________________
કર્યો નથી. વાચકવર્ગને સમજવામાં ઉપયોગી કેટલાક શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે. મૂળ લખાણને આધા૨ે મધ્યકાલીન લેખ-પત્ર સાહિત્ય કેવા પ્રકારનું છે તેનો ખ્યાલ આવે છે. સત્તરમી સદીથી ‘લેખ’ રચના થઈ છે એમ ઉપલબ્ધ પત્રોને આધારે અનુમાન કરવામાં આવે છે. મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં આખ્યાન કૃતિઓમાં દીર્ઘકથાના અંતર્ગત કાવ્યમાં લખાયેલા પત્રો મળી આવે છે. તે ઉપરથી આ સમયના પત્રો પદ્યમાં છે. ઉદા. જોઈએ તો શ્રૃંગારમંજરીની કથાના અંતર્ગત ‘અજિતસેન શીલવતી લેખ’ પ્રાપ્ત થયો છે તે અહીં પ્રગટ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની હસ્તપ્રતોમાં પદ્યની સાથે ગદ્ય શૈલીમાં પત્રો લખાયા છે. આ પત્રો ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે. તે દૃષ્ટિએ પત્રની ભાષા નોંધપાત્ર બને છે. વિશેષ મહત્વની વાત તો એ છે કે જૈન સાહિત્યની વિવિધતામાં આ લેખ-પત્ર સાહિત્યનું પ્રદાન તેની સમૃદ્ધિનું સૂચન કરે છે. જૈન સાધુઓ ત્યાગ અને વૈરાગ્યની ભાવનાથી માત્ર આત્મસાધના જ કરતા નહોતા પણ બહુજનહિતાય અને કલ્યાણની ભાવનાથી લેખ-પત્રો પણ લખીને સાહિત્ય સમૃદ્ધિની સાથે માનવતાનું કાર્ય કર્યું છે. તેનું મૂલ્ય શબ્દોથી આંકી શકાય નહીં. આ પત્રો ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે.
પત્રોનું વસ્તુ સાંપ્રદાયિક હોય તે તો સ્વાભાવિક છે પણ તેમાંથી પ્રાપ્ત થતો સારભૂત વિચાર માનવ કલ્યાણને માટે ચિંતનમનન કરવા યોગ્ય બને છે.
વિષયવસ્તુ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ૧. તીર્થંકર વિષયક લેખો.
આ પ્રકારમાં મુખ્યત્વે શ્રી સીમંધરસ્વામી વિષયક લેખપત્રોનો સંચય થયો છે. મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન શ્રી સીમંધર સ્વામીને લેખ-પત્ર રૂપે વિનંતી કરીને ભરતક્ષેત્રના માનવીના
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org