________________
'સંપાદકનું નિવેદન બાં જૈન પત્ર સાહિત્યનો અભ્યાસ કરતાં મધ્યકાલીન અને તું | અર્વાચીન એમ બે પ્રકારના પત્રો ઉપલબ્ધ થાય છે. અર્વાચીન તી
કાળના પત્રો પ્રગટ હોવાથી ભા. ૨ પ્રથમ પ્રસિદ્ધ કર્યા પછી ભા. ૧નું પ્રકાશન થયું છે.
ગદ્ય-પદ્યના સાહિત્ય પ્રકારોમાં “પત્ર” સ્વરૂપની રચનાઓ વિશિષ્ટ પ્રકારની ગણાય છે. વ્યવહાર જીવનમાં પત્રોને મહત્ત્વ અપાતું હોય તો અધ્યાત્મ માર્ગમાં તો પત્રોનું સવિશેષ મહત્ત્વ છે.
જૈન-જૈનેત્તર સાહિત્યમાં વિવિધ પત્રોની વિરાટ સૃષ્ટિ છે. તેનું દર્શન કરાવવા માટે જૈનપત્ર સાહિત્યના સંપાદનની પ્રવૃત્તિ આદરી છે.
મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર માટે લેખ”, “કાગળ' પત્ર રૂપે વિનંતી જેવા શબ્દપ્રયોગો થયા છે. જ્યારે અર્વાચીનકાળમાં માત્ર પત્ર શબ્દ પ્રયોગ થાય છે. મધ્યકાલીન પત્રોની કક્ષા જુદી છે. આ સમયના પત્રો કેટલાક પ્રગટ થયા છે જ્યારે કેટલાક પત્રો અપ્રગટ છે તે જ્ઞાન ભંડારની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે.
જેનપત્ર સાહિત્ય ભા. ૧ના સંપાદન કાર્ય માટે નીચે જણાવેલા જ્ઞાન ભંડારમાંથી અપ્રગટ હસ્તપ્રતો મળી છે તેને આધારે જૈનપત્ર સાહિત્ય મધ્યકાલીનનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું છે.
૧. શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદમાંથી નીચેની હસ્તપ્રતો મળી છે.
૧ - નેમ-રાજુલ લેખ, ૨ - સ્થૂલિભદ્ર કોશા કાગળ, ૩ - છેરામલેખ, ૪ - જીવચેતના કાગલ, ૫ - શ્રી વિજયસેનસૂરિ લેખ.
શેઠ આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર, લીંબડી.
(GC
૧
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org