________________
કુટુંબ, મિત્ર આદિ બહુરૂપે મોહ નવો છે. કોઈ રીતે પણ પોતાના પાસમાં લઈ વિકરાલ ભવાટવીમાં નચાવી બહુ વિપત્તિ પમાડવા ચાહે છે.
સર્વે લોક મહો વશે સ્વાર્થી છે. અનર્થને અર્થ માની આપણને હિતકારી પણ જણાય; તોપણ હે સુજ્ઞ! તુંજ તારા આત્માના હિતમાં પ્રમાદ કરીશ નહીં. હું પણ મારો સ્વાર્થ ચાહું છું પણ તું આત્મહિત ચુકીશ નહીં. જ્ઞાની, બાની, કેવલીને સિદ્ધની સભામાં તું અનંતાનંદ વિલાસી થજે.
તું સમ્યક્તના સડસઠ બોલ વિચારી સમકતની બહુ દ્રઢતા કરજે.
તે સડસઠ, બોલની વિગત : ચાર સદ્દતણા, ત્રણ લિંગ, દશનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ યાતના, છ આગાર, છ ભાવના, છે સ્થાનક એમ સર્વ મળી સડસઠ બોલ થાય.
સદ્દતણા ચાર : જીવાદિ નવતત્ત્વરૂપ પદાર્થના પરમાર્થની યથાર્થ શ્રદ્ધા. (૧) શુદ્ધાત્મ સ્વરૂપમાં રમણ કરતો અને શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવનાર એવા ગુણે મુનિને ઝવેરીને પેઠે પરખી આદરવો. (૨) પાસથ્થા, કુશિલિયા વિગેરે ભેષદારી આણા રહિતનો સંગ કદાપી ન કરવો. (૩) અન્ય દર્શનીનો સંગ ત્યજવો. (૪).
લિંગ ત્રણ : શ્રુત સાંભળવાનો, સંભળાવવાનો અને ધારવા વિ. ચારવાનો અભિલાષ. (૧) શુદ્ધાત્મધર્મ અનુભવવાનો અભિલાષ. (૨) આલસ રહીત ધર્મદાતાનો વિનય કરવાનો અભિલાષ. (૩)
દસનો વિનય : અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, શ્રુતસદાગમ, ક્ષાત્યાદિ દશ ધર્મ, ક્ષાત્યાદિક દશ ધર્મ ધારી મુનિજીનો, ધર્માચાર્ય, છે (સુત્ર ભણાવનાર), જિન આણામાં વર્તત્તા ચતુર્વિધ સંઘનો, સમ્યતઃ છે
(૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org