________________
અધ્યાય - ૩૧
અર્હત્ સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે “અકારની માફક અરિહંત ભગવાનમાં અનંત શક્તિ રહેલી છે તેવા અરિહંતોમાં રહેલા કેટલાક ભાવોનું સ્વરૂપ સમજાવો.
શ્રી ભગવાને જવાબ આપ્યો કે અરિહંત પરમાત્મા સૂર્ય સ્વરૂપી સિદ્ધ છે. એમના નામરૂપ “અકાર અષ્ટવર્ગ છે. ક, ચ, ટ, ત, ૫, અન્તઃસ્થ, ઉષ્મા, વિસર્ગ એટલા માટે અરિહંત અષ્ટમૂર્તિ સ્વરૂપ ઈશ્વર છે. બાર સૂર્ય રાશિઓના ઉદયથી ૨૪ કલાકનો સમય થાય છે. તેવી રીતે અરિહંત ૨૪ પ્રકારના છે. “અ” કારથી કૃષ્ણ અથવા શીવનું જ્ઞાન થતું નથી, કારણકે આ સ્વરૂપના વામાંગમાં લક્ષ્મી અને પાર્વતી પ્રતિષ્ઠિત છે. પરંતુ અરિહંત ભગવાનના ચરણ કમળની નીચે દેવો રહે છે. અરિહંત પરમાત્મા સહનશીલતામાં સાક્ષાત્ પૃથ્વી સમાન છે. ચિત્તની નિર્મળતામાં સમુદ્ર જળ સમાન છે. અવિરત ગતિને કારણે વાયુ સમાન છે. ઉગ્ર તપશ્ચર્યાના તેજને કારણે અગ્નિ સમાન છે. નિરાલમ્બ હોવાથી આકાશ સમાન છે. એટલે કે પંચ મહાભૂત સ્વરૂપ છે.
અધ્યાય - ૩૨ - “અકારમાં ચોવીશ તીર્થકરોનું પ્રતિપાદન
શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે “અ”માં એકરૂપતાથી ઋષભદેવાદિ તીર્થકરો કેવી રીતે જાણી શકાય ? બધા સ્વરોમાં અરિહંત ક્યા ગુણોથી સિદ્ધ થાય છે ? - શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે બધા તીર્થકરોના જન્મસ્થાન દેવી માતા અને અન્ય સ્વરૂપોમાં “અકારની પ્રધાનતા છે. માટે “અકાર સ્વરૂપ ચોવીશ તીર્થકરો રહેલા છે. જ્ઞાનીઓએ આકાર યોગથી એમનું સ્મરણ કર્યું છે. એક માત્ર અરિહંતના અનેક આકાર છે. જેવી રીતે “અ” કાર સંવૃત્ત અને વિવૃત્ત એમ ચોવીશ ભેટવાળા છે. તેવી રીતે અરિહંત એક છે, દર્શન, જ્ઞાન અને ચારિત્રથી અનેક છે. તે બધા અવર્ણનીય ચોવીશ પ્રકારના છે.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org