________________
જાણવો. દર્શન, ઉપભોગ, વગેરેમાં રવિવાર અને મનની શાંતિ અને વાણીમાં સોમવાર જાણવો.
અધ્યાય ૭માં જ્યોતિષ વિષયક ચંદ્ર દ્રેષ્કોણ, બારભાવ, નક્ષત્ર, નવમાંશ, સપ્તમાંશ, વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. કવિએ જયોતિષજ્ઞાનને આધારે આધ્યાત્મિક દૃષ્ટિથી અર્થઘટન કરતાં જણાવ્યું છે કે વ્યવહાર જીવનમાં લગ્નકુંડળી બતાવીને લાભાલાભનું જ્ઞાન આપવામાં આવે છે. તેવી રીતે અધ્યાત્મ સાધનામાં પણ લગ્નકુંડળી મહત્વની છે. વ્યક્તિના મનની જાણકારી માટે કુંડળીમાં ચંદ્રની કેવી સ્થિતિ છે તે ઉપરથી સાધનાની સફળતા નિષ્ફળતા કહી શકાય છે. ચંદ્ર મનનો સ્વામી છે. ચંદ્રની સ્થિતિ સારી હોય તો વ્યક્તિની માનસિક સ્થિતિ આરાધનામાં ઉપકારક પોષક બને છે. લગ્ન શરીર છે. ચંદ્રમાં પ્રાણ છે. ચંદ્રના નવમાંશથી નવગ્રહ અને સપ્તમાંશથી સાતવારની માહિતી પ્રાપ્ત થાય છે.
બાર માસનું અર્થઘટન નીચે પ્રમાણે છે.
સ્નાન, આભૂષણ અને સામાન્ય ઇચ્છાઓ માટે કારતક માસ છે. સર્વોચ્ચ સ્થાન પ્રાપ્તિ-મોક્ષપદ માટે માગશર માસ છે. પુત્રોનું પોષણ એ પોષ માસ છે. શત્રુનાશ માટે મહા માસ છે. નિર્વસ્ત્ર-મૈથુન ક્રિયામાં ફાગણ માસ છે. વિચિત્ર કાર્યોમાં ચૈત્ર માસ છે. પરંપરાની વૃદ્ધિમાં વૈશાખ માસ છે.મોટાઈના પ્રદર્શનમાં જેઠ માસ છે.પવિત્રતા અને કલ્યાણની ભાવના માટે આષાઢ માસ છે. ધર્મ શ્રવણ માટે શ્રાવણ માસ છે. ધર્મશાસ્ત્ર ચિંતનમાં ભાદરવો માસ છે. ધર્મ કર્મ મોક્ષ પ્રાપ્તિ ને તપ માટે આસો માસ છે. વાત-પિત્ત અને કફને આધારે કર્મવાદના વિચારોની સ્થિતિ દર્શાવી છે.
જ્ઞાનાવરણીય કર્મ વાત સ્વરૂપ છે. આયુષ્યની સ્થિતિ પિત્તથી અને નામકર્મની સ્થિતિ કફથી સમજાય છે.
લોહીની વિશેષતાવાળી પિત્ત પ્રકૃતિ મોહનીય કર્મની સમગ્ર પ્રકૃતિઓ પેદા કરે છે. લોહી અને કફના મિશ્રણવાળી અવસ્થામાં દર્શનાવરણીય કર્મનો જન્મ થાય છે.
સુખ દુઃખની ઉત્પત્તિમાં વેદનીય કર્મ છે. પિત્ત અને કફના સંયોગથી ગોત્ર કર્મ અને વાત-પિત્ત અને કફના સંયોગથી વિકાર ઉત્પન્ન થાય છે. ‘અ’કાર દ્વારા ૨૪ તીર્થંકરોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુમતિનાથ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org