________________
જે તપ તપ્યાથી ક્રોધ વૈરી મન થકી વિઘટાય છે એ તપ તપોમાં શ્રેષ્ઠ છે એને જ સન્તો ય છે. (પા. પ૪) સાધુ બનીને ક્રોધને કંકાસ કજીયા હોરતા ત્યાં તપ ખરૂં ના માનવું જ્યાં ચોર નિજધન ચોરતા. (પા. ૫૭) ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ અને બે માસનો તપ ફોક છે. થાવત્ હૃદય માયા વસે તાવત્ ખરે રણપોક છે. (પા. પ૭) જે બાહ્ય તપ તપતો રહે સમતા વડે વ્યવહારથી તે સત્ય તપસી જાણવો તપિયો વિશે તે મહારથી જે તપ તપે તે ચીકણાં કર્મો ખરેખર નિર્જરે તીર્થકરો દીક્ષા ગ્રહી તપને ખરેખર આદરે. (પા. ૬૦) ધ્યાન તું આત્મધ્યાને ચિત્ત જોડી ધર્મધ્યાને સ્થિર થયો
શુભ ધ્યાનમાં મસ્તાન થઈ સમતાવડે શોભી રહ્યો. (પા. ૬૧) પરમાત્મ ધ્યાન
પરમાત્મ ધ્યાને જે રમે તે ચિત્તને નિશ્ચલ કરે પરમાત્મ ધ્યાને જે રમે તે કર્મ બહુલા નિર્જરે પરમાત્મ ધ્યાને જે રમે તે ઈન્દ્રિયોને સંવરે પરમાત્મ ધ્યાને જે રમે તે મુક્તિ સુખ શાશ્વત વરે પરમાત્મ ધ્યાને જે રમે તે શુધ્ધતા અનુભવ કરે
પરમાત્મ ધ્યાને જે રમે તે પૂર્ણતા પદ સંસ્મરે. (પા. ૬૪) સમતા સમાધિ
સમતા સમાધિ યોગથી ના ભોગની ઇચ્છા થતી આનન્દમાં અદ્વૈતતા સંકલ્પતા દૂર જતી (પા. ૬૫) નહિ રાગ વા નહિ દૈષ એવો ભાવ અત્તર પ્રગટતો ત્યારે સમાધિ પ્રગટતાં પરભાવ દૂરે વિધટતા આત્મોપયોગે રમણતામાં લીન મનડું થાય છે.
ત્યારે સમાધિ યોગનો આસ્વાદ ઘટ પરખાય છે. (પા. ૬૫) ભાવના
ભક્તિ ફળ નહિ ભાવ વણ કોટી પ્રયતો આદરે સેવાફળ નહિ ભાવ વણ, લુખ્ખા પ્રયતો આચરે. (પા. ૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org