SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મહોત્સવ, સુઘોષા ઘંટા લગ્ન, વનક્રીડા, દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ, ધર્મ ઉપદેશ વગેરેને સંક્ષિપ્ત ઉલ્લેખ કર્યો છે. મધ્યકાલીન કાવ્યોમાં દેવ, ગુરુ અને ધર્મનો મહિમા વર્ણવતી કૃતિઓમાં એક જ પ્રકારની ઉપમાનો પ્રયોગ થતો હોય છે. તેવી જ રીતે અહીં પણ શેષનાગ પ્રભુના ગુણ વર્ણવે તો પણ ગુણોનું વર્ણન થઈ શકે નહિ એમ જણાવ્યું છે. સહસ વયણ કરી સેસ ગાવાઈ તોહિ પ્રભુ ગુણ તણા પાર નાવઈ તાહિ” આદિનાથનું શબ્દચિત્ર આકર્ષક અને ચિત્રાત્મક શૈલીના નમૂનારૂપ છે. દા.ત. “અઠ્ઠમી સોમ સહોદર જિનવર ભાલ” “સોહે સિરિ ચિહુરાવલિ આબીલિ” પ્રભુ યણાયર સમ કાય' નાભિ ઉછંગે રંગે બાલપને જિનરાય સોહૈ જયું ગિરિ અંકઈ શુભલંક મૃગરાય” પાય કોમલ વર વરકુલ જંઘા જાસ” જાસ બાહુ મણિબંધ રાજે વયણી શોભા શશિ કાંતિ લીજૈ” આ કાવ્યમાં કવિની ઊંચી કવિત્વ શક્તિના નમૂનારૂપ અલંકારો, રસસૃષ્ટિ અને વસંતવર્ણનનાં દશ્યો છે. ૧૯ થી ર૬ કડીમાં વસંતવર્ણનમાં રસ-ભાવ અને અલંકારના ત્રિવેણી સંગમ દ્વારા ચિત્તાકર્ષક કાવ્ય સૌન્દર્ય ખીલી ઊઠ્ય છે. આ રચના ફાગુ કાવ્ય નથી પણ ફાગુમાં વસંત વર્ણનની વિવિધતા રહેલી છે તેવી રીતે આદિનાથ ભગવાન તો કેન્દ્ર સ્થાને હોવા છતાં એમના ભૌતિક જીવનની એક લાક્ષણિકતા વસંતની પાશ્ચાતભૂમિકામાં અભિવ્યક્ત થયેલી છે. તેનો શૃંગાર રસ ઉપમાં ઉન્મેલા આદિ અલંકારો અને ઋતુરાજ વસંતનું સૌન્દર્ય કાવ્યકૃતિ તરીકે ઊંચી ગુણવત્તા દર્શાવે છે. પ્રકૃતિ અને માનવજીવનના સંયોગથી જીવનનો અનેરો ઉલ્લાસ પ્રગટ થાય છે. ભારતીય કાવ્ય પરંપરામાં પ્રકૃતિ સૌન્દર્યનું અનુસરણ વિશેષ છે. તેના રૌદ્રસ્વરૂપનું દર્શન અલ્પ છે. અંગ્રેજી ભાષાના કવિઓમાં પ્રકૃતિના બન્ને પ્રકારના સૌન્દર્યને સ્થાન આપતી કૃતિઓ વિશેષ રીતે પ્રગટ થઈ છે. પ્રકૃતિ વર્ણન પણ પરંપરાગત હોવા છતાં મારૂગુર્જર ભાષાના શબ્દ પ્રયોગોથી ભાષા વિકાસની સાથે તેનું સૌદર્ય નિહાળી શકાય છે. પ્રકૃતિ સૌન્દર્યના ઉદાહરણ રૂપે નીચેની પંક્તિઓ ૨૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy