________________
સ્તવનો આજે પણ જિનમંદિરોમાં રોજે રોજ ગવાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં એમણે અનેકવિધ લોકભોગ્ય તથા વિદ્વદ્ભોગ્ય પ્રકારની કૃતિઓનું સર્જન કર્યું છે.
શ્રી યશોવિજયજીએ વિ.સં. ૧૭૩૮માં ખંભાતમાં ‘શ્રી જંબુસ્વામી બ્રહ્મગીતા’ની રચના ફાગ અને દૂહાની કડીઓમાં કરી છે. ૨૯ કડીની આ રચનામાં કવિએ અંતિમ કડીમાં એ વિશે નિર્દેશ કર્યો છે :
થંભ નયરે થુણ્યા ચિત્તિ હર્ષે, જંબૂ વસુ ભુવન મુનિ ચંદ વર્ષે; શ્રી નયવિજય બુધ સુગુરુ સીસ, કહે અધિક પૂરયો મન જગીસ.
આ ફાગુકાવ્યમાં કવિએ જંબુકુમારના વૃત્તાંતનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે. જંબુકુમાર મદનરાજ પર વિજય મેળવી પોતાના બ્રહ્મચર્યમાં સ્થિર રહી કેવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેનું એમાં ખાસ નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ બ્રહ્મગીતાના નામને કરતી, જંબુસ્વામીના બ્રહ્મચર્યનો મહિમા દર્શાવતી પંક્તિઓ કવિ આરંભમાં બીજી કડીમાં જ પ્રયોજે છેઃ
આવા જંબુકુમારને જ્યારે એમનાં માતાપિતા આઠ કન્યા સાથે પરણાવે છે ત્યારે લગ્નની પહેલી જ રાતે જંબુકુમાર એ આઠે રૂપવતી કન્યાઓને પોતાની જેમ સંયમ તરફ સમજાવીને વાળે છે. જંબુકુમાર માટે આ કસોટીનો પ્રસંગ હતો. એ આઠ કન્યાઓ વિશે કવિ લખે છે :
છે :
બ્રહ્મચારી સિ૨સેહરો, બ્રહ્મ મનોહર જ્ઞાન; બ્રહ્મવ્રતીમાંહિ સુંદર, બ્રહ્મ ધુરંધર ધ્યાન.
૨૪૦
આઠ મદની મહા રાજધાની, આઠ એ મોહ માયા નિશાની;
જગ વશીકરણની દિવ્ય વિદ્યા, કામિની જયપતાકા અનિંધા.
વળી એ આઠે કન્યાનાં દેહસૌન્દર્ય અને હાવભાવનું વર્ણન કરતાં કવિ કહે
મુખ મટકે જગ મોહે, લટકે લોયણ ચંગ; નવ યૌવન સોવન વન, ભૂષણ ભૂષિત અંગ; શૃંગારે નિવ માતી રાતી રંગ અનંગ. અલબેલી ગુણવેલી, ચતુર સહેલી રંગ.
કામદેવ કેટલો બધો પ્રબળ છે કે રૂપવતી નારીના સૌન્દર્ય દ્વારા ભલભલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org