SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ઈશ્વર વડે આવાસ્ય આ સર્વ દેહ જગત્ છે. કર્મ સહિત આત્મારૂપ ઈશ્વરવડે આ સર્વ જગતુ આવાર્ય છે માટે કોઈ આત્માની માલિકીવાળી વસ્તુ ધનને ગ્રહણ ન કર ! એમ ઋષિ ભવ્યાત્માને બોધ આપે છે. તેમજ કહે છે કે ત્યાગ ભાવવડે ભુજન કરો. અર્થાત્ ખાવા પીવા આદિ જે જે કર્મો કરો, જે જે પ્રવૃત્તિ કરો તેમાં અહંમમત્વરૂપવૃત્તિના ત્યાગવડે પ્રવર્તે ! બાહ્યથી અન્યનું ધન ગ્રહણ ન કરવું, અન્યોનાં શરીરોનો ભોગ ન કરવો. અન્ય જીવોની હિંસા કરીને તેઓનાં શરીરોનો ભોગ ન કરવો. અન્ય જીવોની હિંસા કરીને તેઓનાં દેહ, ધન વિગેરેનો ભોગ ન કરો, કોઈના ધનની ઈચ્છા ન કરો. પ્રામાણિકપણાએ વર્તો, અને અહમમત્વ મોહના ત્યાગ વડે ત્યાગી બનીને અન્યો જે કંઈ આપે તેને ભોગવો અને સર્વાત્માઓમાં ઈશ્વર, પ્રેમ ધ્યાનથી રહેલા છે એમ જાણો ! દેહરૂપ દેવળોમાં આત્મારૂપ ઈશ્વરો છે એમ જાણીને કોઈના દેહ પ્રાણ ધનનો નાશ ન કરો. જડ અને ચેતન બે તત્ત્વોનું જગત્ બનેલું છે એવા આ જગત્માં ચેતનરૂપ જગત્ તે ઈશ્વર, બ્રહ્મરૂપ છે તેનાથી પ્રભુ જાદા નથી એમ જાણી સર્વાત્માઓની સાથે આત્મભાવે વર્તે, કોઈ આત્માની માલિકીવાળી વસ્તુઓને અન્યાયથી ગ્રહણ ન કરો. આત્માનેજ ઈશ, ઈશ્વર છે એમ જાણી સર્વ જીવોની દયા કરવી, કોઈની કોઈ વસ્તુની ચોરી ન કરવી. એ પ્રમાણે જે વર્તે છે તેજ આત્મજ્ઞાની થાય છે અને સર્વ મોહની વૃત્તિયોનો રોધ કરી પરમાત્મપદ પામે છે. આ કંડિકામાં ઈશ્વર, જગતું આદિ પદાર્થોની સિદ્ધિ કરી છે તેમજ ધનાદિક જડ વસ્તુઓને ભિન્ન દર્શાવી છે તથા તેની ઇચ્છા ન કરવી એમ જણાવી મોહ પ્રકૃતિનું મનનું અસ્તિત્વ જણાવ્યું છે તેથી આત્મા, મન, પ્રકૃતિ, જડ વગેરે સર્વની સિદ્ધિ જણાવી છે. ત્યાં નત્િ એ બે જગતુના વાચક છે. પ્રથમ નત્યિાં એ જડ ચેતનાત્મક જગતનો વાચક છે અને જગત્ એ ચૈતન્ય વિશિષ્ટ પ્રાણીઓના દેહનો વાચક છે. અદ્વૈત-વાદ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મને સત્ પારમાર્થિક સત્ ગણ્યું છે. અને જડ જગતુને અસત્ ગણ્યું છે. બ્રહ્મસત્ય નામિથ્યા નેદનાનાસ્તિ વિંવન, બ્રહ્મ સત્ય છે. જગતું મિથ્યા છે. એવો અદ્વૈત સિદ્ધાંત છે. સ્યાદ્વાદ દૃષ્ટિ પ્રમાણે તેનો એવો અર્થ જાણવો કે - સર્વાત્માઓ, ચૈતન્યરૂપ હોવાથી સરૂપે બ્રહ્મ કે જડ પદાર્થો છે તે બ્રહ્મની અપેક્ષાએ અસત્ છે. મહિમાની દૃષ્ટિએ બ્રહ્મ સત્ય છે અને જગતુ મિથ્યા છે પણ જડ વસ્તુઓ જડત્વની અપેક્ષાએ રાત્ છે. આ કંડિકામાં બ્રહ્મરૂપ ઈશ અને ધનાદિક જડ વસ્તુ એમ બે તત્ત્વ જણાવ્યાં છે. અને અદ્વૈત સિદ્ધાંત મતે બેનું ગ્રહણ થએલ છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની દષ્ટિએ ઈશ્વર, જીવો અને માયા એમ ત્રણ પદાર્થની સિદ્ધિ કરવામાં આવી છે. શુદ્ધાત્મા, શુદ્ધ બ્રહ્મ તે પરમેશ્વર છે. કર્મ સહિત આત્માઓ તે અપેક્ષાએ જીવો છે અને ધનાદિ જડ દ્રવ્ય તથા મોહ પ્રકૃતિ તે માયા છે. આત્મા, ૨૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy