SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિ જેવા વિચારો હિંદુઓ પણ અમુક અપેક્ષાએ સ્વીકારે છે. વળી રાગદ્વેષનો સર્વથા ક્ષય થવાથી મુક્તિ દશા પ્રાપ્ત થાય છે. એમ પણ સર્વ સ્વીકૃત છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગધર્મ વિશેની પણ અન્ય દર્શનોમાં માહિતી ઉપલબ્ધ થાય છે. રામ, કૃષ્ણ, હનુમાન, દેવીઓ, નવગ્રહો, દશદિપાલ, જ્યોતિષશાસ્ત્ર વગેરેનો અન્ય દર્શનો સમાન જૈન દર્શનમાં પણ સ્વીકાર થયો છે. જૈનજ્ઞાનથી સર્વ પ્રકારની શ્રુતિઓનું સાપેક્ષ જ્ઞાન કરી શકાય છે. નંદિસૂત્રમાં એવા હેતુથી સમ્યગદૃષ્ટિને અન્ય મિથ્યાત્વ સંબંધી તથા દર્શન સંબંધી શાસ્ત્રો પણ સમ્યકત્વરૂપે પરિણમે છે. અને અજ્ઞાનીને સમ્યક શાસ્ત્રો પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયે સ્વરચિત ગ્રંથોમાં સર્વદર્શનો કયા નયથી પ્રગટયાં છે તે જણાવ્યું છે. અને એ સર્વ નયોની સાપેક્ષ માન્યતાને અંશે અંશે અપેક્ષાએ સત્ય સ્વીકારવી તે જૈન દર્શન છે એમ જણાવ્યું છે. અન્ય દર્શનોનો અભ્યાસ આત્મસ્વરૂપ અને મુક્તિ પ્રાપ્તિ માર્ગની જાણકારી મેળવવા માટે તુલનાત્મક રીતે અભ્યાસ કર્યો છે. જૈન દર્શનમાં ચતુર્દશગુણસ્થાન, આઠ કર્મ અને સાત નયોનું જે સ્વરૂપ પ્રકાશ્ય છે. તેના પ્રકાશક સર્વજ્ઞ હોવા જોઈએ અને તે પ્રભુ મહાવીર છે. અન્ય દર્શનોની સરખામણીમાં જેની દર્શનની સૂક્ષ્મ વિચારધારાનું નિરૂપણ થયેલું હોવાથી તે પ્રથમ નંબરનું ગણાય છે. વ્યવહારનય અને નિશ્ચયનય ગર્ભિત શ્રુત જ્ઞાન વડે ભવ્ય જીવો આત્માની શુદ્ધિ કરે છે. ભક્તિ, ઉપાસના અને ક્રિયાયોગ. પરમાત્માપદની પ્રાપ્તિ માટે કરાય છે તેમાં વ્યવહારનયની મુખ્યતા છે અને જ્ઞાન યોગમાં નિશ્ચયનયની મુખ્યતા છે. વ્યવહારનય કારણ છે અને નિશ્ચયનય કાર્યરૂપ છે. કારણ તે દ્રવ્ય છે. કાર્ય તે ભાવ છે. કારણ વડે કાર્યની સિદ્ધિ થાય છે. વ્યવહાર અને નિશ્ચયનય બન્નેનો સ્વીકાર કરવાનો છે. जइ जिणमयं पवजह ता मा ववहार निथ्थण मुयइ । ववहार नओ छेए तिथ्थुच्छेओ जओ भणिओ ॥ જો જિનેશ્વરના મતને તું સ્વીકારે તો તું વ્યવહારનય અને નિશ્ચિયનય એ બેમાંથી એકનો પણ ત્યાગ કરીશ નહિ. તેમાં પણ વ્યવહાર નયનો ઉચ્છેદ કરે છે તો ભગવાનના તીર્થનો ઉચ્છેદ થાય છે એમ પ્રકાણ્યું છે. શુષ્કજ્ઞાનીઓ વ્યવહાર નય અને નિશ્ચય નયને જાણતા નથી. વ્યવહાર ન માતા છે. નિશ્ચય નય પિતા છે. બન્નેના સંયોગથી સંતાનનો જન્મ થાય છે તેવી રીતે વ્યવહાર અને નિશ્ચય નયના /૨ ૧૩. ૨૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy