________________
જૈન ધર્મનો નય વ્યવહાર અને આધ્યાત્મિક દૃષ્ટિએ અભ્યાસ કરવો જોઈએ. ગીતાર્થ જ્ઞાની ગુરુ પાસે રહીને તેમની સેવા ભક્તિ કરીને ઉપનિષદ્ અને ગીતા જેવા ગહન અર્થ સભર ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ.
જૈનો જૈન ધર્મની તથા પોતાની પ્રગતિ કરે અને દુનિયામાં સદાય જાહોજલાલી ભોગવે એ ઉદ્દેશથી જૈનોપનિષદ્વી રચના કરી છે. જૈનોપનિષદ્ધ વ્યક્ત થયેલા વિચારો પ્રમાણે જૈનો વર્તે. જૈનત્વની ફરજો અદા કરી યાવત્ મોક્ષમાર્ગને પામે એવી સર્વ જીવોના કલ્યાણની પરમોચ્ચને પરમોદાત્ત ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગ્રંથની સૂત્રાત્મક શૈલીમાંથી જીવન ઊર્ધ્વગામી બનાવવા માટેનાં સોનેરી વાક્યોની પ્રસાદી પ્રાપ્ત થાય છે.
જૈનો માટે લખાયેલો આ એક અભિનવ ગ્રંથ છે, જેમાં જિનવાણીના સંદર્ભમાં શાસ્ત્રોકત વિચારોનો સમન્વય થયો છે.
સૂત્રશૈલી સરળ છે. તેમાં રહેલા વિચારો સમજી શકાય તેવા છે છતાં કેટલાક વિચારો નીચે મુજબ નોંધવામાં આવે છે.
જિનાજ્ઞાનું પાલન, જૈનકુળના આચાર વિચારોનું પાલન, જૈન ધર્મનો પ્રચાર, રક્ષણ અને સંખ્યાવૃદ્ધિ કરાવવી. દેવ, ગુરુ ધર્મ, ચતુર્વિધ સંઘની ભક્તિ, ગુરુનું વૈયાવચ્ચ, ગુરુ આજ્ઞા પ્રમાણે ધર્મ આરાધના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરવો, વ્યવહાર અને ધર્મ કાર્યમાં શક્તિ વાપરવી, રાજ્ય, સમાજ, કુટુંબ, જ્ઞાતિ અને સંઘની વ્યવસ્થા સેવામાં મદદરૂપ થવું, જૈનો સાથે જૈનત્વનો વ્યવહાર કરવો, સ્વાવલંબી બનવું, કર્મયોગમાં કુશળતા પ્રાપ્ત કરવી, શ્રાવકનાં વ્રત ધારણ કરવાં, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ, ઉદારતાની ભાવના રાખવી, આર્યસંસ્કૃતિના આચારનું પાલન, સ્વરક્ષણ, અધર્મનો નાશ, ધર્મકરણીમાં નિર્ભયતા અને પુરૂષાર્થ કરવાની ભાવના રાખવી વગેરે વિચારો દ્વારા સાચા જૈન થવાના જિનેશ્વર દેવ કથિત વિચારો વ્યક્ત કર્યા છે.
આ વિચારો ઉપનિષા નામને અનુરૂપ થઈને એક લઘુઉપનિષદ્ તરીકે જૈનો માટે અભિનવ ચૈતન્ય પ્રગટાવે તેવું છે. આ બુદ્ધિસાગરસૂરિની માનવ કલ્યાણની અને જૈનોની ઉન્નતિ થાય તે માટેની શુભ ભાવનાનો પરિચય થાય છે.
૨૦૮|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org