SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મનો રૂઢ અર્થ સદ્ધર્મના આચારથી બળવાન બનેલું તથા મૈત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવનાથી ભાવિત થયેલું એવું નિર્મળ ચિત્ત તે અધ્યાત્મ. આ અધ્યાત્મ શબ્દનો રૂઢ અર્થ થયો. (૧) મૈત્રી એટલે બીજાના હિતની કલ્યાણની વિચારણા, (૨) કરૂણા એટલે દુ:ખીઓના દુઃખને દૂર કરવાની ઇચ્છા. (૩) પ્રમોદ એટલે ગુણીજનો, તેના ગુણો અને તેના આચારોને જોઈને હૈયામાં ઉત્પન્ન થતો હરખ. (૪) માધ્યસ્થ્યભાવના એટલે અસાધ્ય કક્ષાના દોષવાળા જીવો પ્રત્યે કરૂણાસભર ઉપેક્ષા. મૈત્રી આદિ ચાર ભાવનાઓનું અનેક શાસ્ત્રસંદર્ભોથી ગર્ભિત નિરૂપણ અમારા વડે રચાયેલી ષોડશક ગ્રંથની કલ્યાણકંદલી ટીકામાંથી વિસ્તારરૂચિવાળા જીવો જાણી શકે છે. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજીએ જે કહ્યું છે કે →અવિરૂધ્ધ એવા જિનવચનને આશ્રયીને મૈત્રી આદિ ભાવથી સંયુક્ત જે યથોદિત અનુષ્ઠાન થાય તે ધર્મ કહેવાય છે. તેમ જ ધર્મસંગ્રહ ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજાએ જે કહ્યું છે કે અવિરૂધ્ધ એવા જિનવચનને અવલંબીને, મૈત્રી આદિ ભાવોથી યુક્ત એવું જે યથોક્ત અનુષ્ઠાન થાય તે ધર્મ કહેવાય છે. –આ બન્ને વચનો પણ રૂઢ અર્થથી અધ્યાત્મના લક્ષણને સૂચવે છે - એમ જાણવું. (૧/૩) નિગમ મતમાં ‘ઉત્તરારણ્યક' વગેરે ૩૬ ઉપાનિષદોની પ્રધાનતા હતી. તે ૩૬ ઉપનિષદોના નામ નીચે પ્રમાણે છે. ૧. ઉત્તરારણ્યક ૨. પંચાધ્યાય ૩. બહૠચ ૪. વિજ્ઞાનઘનાર્ણવ ૫. વિજ્ઞાનેશ્વરાષ્ય ૬. વિજ્ઞાનગુણાર્ણવ ૭. નવતત્વ નિદાનનિર્ણય ૮. તત્ત્વાર્થનિધિ રતાકર ૯. વિશુધ્ધાત્મ ગુણ ગંભીર ૧૦. અર્હદ્ધર્મા ગમ નિર્ણય ૧૧. ઉત્સગાયવાદ વચનેંકતા ૧૨ અસ્તિનાસ્તિ વિવેક-નિગમ નિર્ણય ૧૩. નિજમનોનયનાક્લાદ ૧૪ રતત્રય નિદાનનિર્ણય ૧૫. સિદ્ધાગમ સંકેત સ્તબક ૧૬. ભવ્યજનભયાપહારક ૧૭. રાગિજન નિર્વેદજનક ૧૮ સ્ત્રીમુક્તિનિદાન નિર્ણય ૧૯. કવિજનકલ્પદ્રુમોપમ ૨૦. સકલપ્રપંચ પથ નિદાન ૨૧ શ્રાધ્ધધર્મ સાધ્યાપવર્ગ ૨૨ સપ્ત નય-નિદાન ૨૩ બન્ધમોક્ષાપગમ ૨૪ ઈષ્ટકમનીય સિધ્ધિ ૨૫. બ્રહ્મકમનીય સિદ્ધિ ૨૬ નૈષ્કર્મકમનીય સિદ્ધિ ૨૭ ચતુર્વર્ગચિન્તામણી ૨૮ પંચજ્ઞાનસ્વરૂપવેદન ૨૯ પંચદર્શન સ્વરૂપ રહસ્ય ૩૦. પંચ ચારિત્ર સ્વરૂપ રહસ્ય ૩૧ નિગમાગમ વાકય વિવરણ ૩૨ વ્યવહાર સાધ્યાપવર્ગ ૩૩ નિશ્ચયક સાધ્યાપવર્ગ ૩૪ પ્રાયશ્ચિતકસાધ્યાપવર્ગ ૩૫ દર્શનૈક સાધ્યાપવર્ગ ૩૬ વિરતાવિરત સમાનાપવર્ગ Jain Education International (પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ પુરવણી પૃ. ૨૪૪) (જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ત્રીજો પૃ. ૫૭૬, ૫૭૭) For Private & Personal Use Only ૧૯૫ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy