SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ આશ્રમોનો પાયો, ને ધ્યેય બ્રહ્મચર્ય છે; તેને જ સાધવા નિચે, રાખો સહજતા મુખે. બ્રહ્મચર્ય તણા અર્થો, સંકીર્ણ ન કદી કરો; વિશાળ અર્થથી એને, સાધી સૌને સધાવજો. ન બ્રહ્મચર્યની નિષ્ઠા, પ્રતિષ્ઠિત થશે જગે; ત્યાં લગી શસ્ત્ર-મૂંજીની, પ્રતિષ્ઠા નહિ તૂટશે. વિશ્વસમાજમાં વ્યાપ્ત, કરવા બ્રહ્મચર્યને; નવાં રૂપે હવે મૂલ્યો, તેનો સ્વીકારવા ઘટે. મોખરે સ્ત્રી-પ્રતિષ્ઠાને, લાવવા યત સૌ કરો; ને બ્રહ્મચર્યની સાચી, નિષ્ઠાને વિશ્વમાં ભરો. ધર્મનાં પેટા અંગો (૧) નિયમ નિયમો પાળજો પ્રીતે, કિંતુ હાર્દ ન ચૂકશો; હાઈ ચૂકે વૃથા જશે, સઘળાં નિયમો-વતો. અપવાદો ભલે હો, નીતિ-નિયમે સદા; અપવાદો ન હો કો દી, મૂળ આશયમાં કદા. નિયમોની ન લો છૂટ, અપવાદે ઘડી ઘડી; લો શુધ્ધ આશયે છૂટ, તોય તપ કર્યા પછી. (૨) વ્રત પસ્તાવું પડે ખૂબ, વ્રતભંગ થયા પછી; તો પ્રથમથી કાં ચેતી, વ્રતમાં વર્તવું નહિ. દેખાય વ્રતધારી ને, મનમાં વાસના ભરી; તો તેવા વ્રતધારીથી, અંતે નક્કી થશે ક્ષતિ. વ્યવહાર અને ધર્મ જેમ દેહે અને દિલે, રહે છે એક દંપતી; વ્યવહાર અને ધર્મ, તેમ બંને જુદા નથી. કિંતુ એ બેયનો તાળો, જ્યારે કશો નહીં મળે; વ્યવહાર અને દેહ, ત્યારે ગૌણ થઈ પડે. ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy