________________
કિન્તુ અન્યાયની સામે, અહિંસાથી ઝૂઝો તમે. અનિવાર્ય થતાં યુદ્ધો, ત્યાંય સિદ્ધાંત સાચવી;, અહિંસા-ધ્યેય પાળીને, હંમેશાં શુદ્ધિ રાખવી. (૨) સત્ય
જય-પરાજયો બાહ્ય, ભવાબ્ધિમાં ઊઠે શમે; પરંતુ સત્યનું પેટ, કદાપિ છલકે ન તે. પ્રજા રાજ્યથી મોટી, પ્રજાથી મોટું સત્ય છે; માટે જ સત્યની રક્ષા, પ્રાણાન્તે ક૨વી પડે. સદા સર્વોપરી સત્ય, વ્યક્તિમાં ને સમષ્ટિમાં; તેથી જ સત્યને સારુ, છો પડે સૌ ઉવેખવાં. ઘણા મોટા થયા વિષે, આખરે મૃત્યુ પામ્યા; માટે જ જન્મીને વિશ્વે, કરવી સત્યની સાધના. પ્રત્યેક કોમ ને રાષ્ટ્ર, સત્ય અસત્ય બેઉ છે; વિશ્વે સંસ્થાપવું સત્ય, એ જ આપણું કૃત્ય છે. તેજોદ્વેષી મરે જાતે, દેવા ઝાંખપ અન્યને; કિંતુ અંતે જીતે સત્ય, ઝાંખપ ના ટકી શકે. જયે થજો ન ગર્વિષ્ઠ, હારમાં ધૈર્ય રાખજો; મથજો સત્યને નિશ્ચે, એવા સદા જયી થજો. (૩) ન્યાય
દશરથ તણો પુત્ર કિંવા તે અન્ય છો રહ્યો; ન્યાય-નિષ્ઠુર રામ વ્યક્તિ-દ્વેષ ન રાખતો. સમો લાગુ પડે ન્યાય, નારી ને નર બેઉને; પક્ષપાતે પડે જ્યારે, ત્યારે રહે સમો ન તે. ન્યાય-પલ્લું વર્ષ એક, ત્યારે બીજું વધારવું; થશે તો જ સમો ન્યાય, અવશ્ય યાદ રાખવું. પોતાની વાત હોયે ત્યાં, અતિ આગ્રહ ન રાખવો; સત્ય ને ન્યાયમાં પણ, ભૂલનો ભય જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
૧૬૯
www.jainelibrary.org