SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ શુદ્ધ ઉપયોગ દ્વારા ઉપરોક્ત સિદ્ધિ મેળવવાનું છે. એવા નિશ્ચિત વિચારથી આદરેલી સત્ પ્રવૃત્તિ જન્મ, જરા ને મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. - ભક્તિ માર્ગની તુલનામાં જ્ઞાન માર્ગ દુર્બોધ ગણાય તેમ છતાં તેમાં પુરુષાર્થ કરવામાં આવે તો ભક્તિ સમાન સહજ સાધ્ય એવો જ્ઞાનમાર્ગ મુક્તિ દાયક બને છે. સાધકના પક્ષે પુરુષાર્થની ઉણપ કે પ્રયતોની અલ્પતાનો દોષ ન દેતાં સતત સાધનામય બનવાથી જીવનજ્યોત ઝળહળતી બનીને આત્મા પરમાત્માના મિલનના અભ્યદયનો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે એટલે ગીતા કાવ્યોનું દર્શન ઉચ્ચ કોટીનું હોઈ પરમોચ્ચ પદની પ્રાપ્તિનો રાજમાર્ગ બને છે. પંડિત દેવચંદ્રજીના મહાવીરસ્વામીના સ્તવનની ગાથામાં આ જ વિચાર વ્યક્ત થયો છે. સ્વામી દરિશન સમો નિમિત્ત લહી નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે, દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા ગ્રહી નિકટ લાશે, તાર હો... જૈન સાહિત્યમાં ગીતાનો એક અર્થ તત્ત્વદર્શન છે તો ઉપલબ્ધ ગીતાઓને આધારે બીજો અર્થ ગુણગાન, મહિમા, ગુણગાથા, સ્તુતિનો છે. જિનશાસન ગુણાનુરાગને વધુ મહત્ત્વ આપે છે, તે દૃષ્ટિએ ચરિત્રાત્મક ગીતાઓ ગુણાનુવાદ ગુરુ - ગુણનો મહિમા ગાઈ રચાઈ છે. તેમાં ચરિત્ર તો એક સાધન છે પણ કોઈ વ્યક્તિ કે તીર્થકરના જીવન પ્રસંગોમાંથી જીવનની ઊર્ધ્વગતિ કે મુક્તિ પ્રાપ્ત થાય છે તેનું જ વિશેષ મહત્વ છે. સાધન અને સાધ્યનો ભેદ સમજીએ તો ચરિત્રાત્મક ગીતાઓ પણ તત્ત્વલક્ષી છે એમ માનવામાં કોઈ વાંધો નથી. જૈન ગીતા કાવ્યોની કેટલીક કૃતિઓમાં પ્રથમ અધ્યાત્મ શબ્દ પ્રયોગ થયો છે. આત્મદર્શન, ગીતા, અધ્યાત્મગીતા, આત્મગીતા તે દૃષ્ટિએ વિચારીએ તો ગીતામાં મૂળભૂત રીતે આત્મતત્વનું વિશ્લેષણ કરીને આત્મા પરમાત્મા બને અને તેમ શકય ન હોય તો અંતે સિદ્ધિ પદને પામે તે અંગેની જિન શાસનના વિચારોની અભિવ્યક્તિ થઈ છે. વિશ્વનાં વિવિધ ધર્મોમાં જીવમાંથી શિવ થવાની માર્ગની વિચારણા કરવામાં આવી છે. તેમાં જૈન દર્શનમાં પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીને (નવતત્વ) પ્રથમ જીવતત્વનો વિશદ વિચાર કરવામાં આવ્યો છે. “એગે જાણઈ તે સવૅ જાણઈ” આગમ ગ્રંથના આ સૂત્રનો અર્થ એ છે કે જે એકને જાણ છે તે સર્વને જાણે ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy