SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગીતામાં જ્ઞાનચર્ચાનો સંવાદ છે. ભગવદ્ગીતા ઉપરથી તત્ત્વજ્ઞાનને અનુલક્ષીને શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જ્ઞાનના સંવાદની રચના થઈ તે ગીતા છે. કાવ્ય પ્રકારની દૃષ્ટિએ આ એક વિશિષ્ટ પ્રકારની બ્રહ્મવિદ્યા-અધ્યાત્મ શાસ્ત્રનું નિરૂપણ કરતી રચના ગણાય છે. અંગ્રેજીમાં ગીતાનો અર્થ The Lord's Song કરવામાં આવે છે. તેમ છતાં સાચી રીતે તો “Sung by Lord" એમ કહેવું જોઈએ. ગીતામાં બ્રહ્મવિદ્યા, જ્ઞાન, કર્મ, યોગ, જગત ભક્તિ જેવા વિષયોના વિચારો રહેલા છે. તે ઉપરથી ગીતાને તત્ત્વજ્ઞાન સાથે સંબંધ છે એમ સ્પષ્ટ થાય છે. ગીતા એટલે ગુરુ શિષ્યની કલ્પના વડે આત્મવિદ્યા ઉપદેશાત્મક કથા વિશેની માહિતી. દા.ત. ભગવદ્ગીતા, રામગીતા, ગીતા વિશેના વિવિધ વિચારોને અંતે એટલે જૈન જીવન શૈલીની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિચારસરણી આજે દેશપરદેશમાં આવકારદાયક બનતી જાય છે. ત્યારે જૈન ગીતા કાવ્યોમાં પ્રગટ થયેલી માહિતી સૌ કોઈને માટે એક જૈન તરીકે અનન્ય ઉપકારક બને તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અન્ય દર્શનીઓને ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના વારસાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયોગી સંદર્ભ મળે છે. ગીતા કાવ્યોનું સર્જન કરનાર ત્યાગી અને વૈરાગી મુનિર્વાદ હોવાથી એમની જ્ઞાનોપાસનાના પરિપાકરૂપે આત્મવિકાસને પોષક અને પૂરક વિચારોનું ભાથું પ્રાપ્ત થાય છે. શિવમંદિરમાં પહોંચવા માટે સોપાન સમાન ગરજ સારે છે. તત્વની કઠિન અને દુર્બોધ વિચાર સૃષ્ટિને પામવા માટે ગીતા કાવ્યોના સારભૂત વિચારોનું ચિંતન કરવાથી આત્મતત્વની વિશિષ્ટ કોટિની ઝાંખી થતાં અપૂર્વ ને અલૌકિક આત્મીય આનંદાનુભૂતિનું સંસ્મરણ જીવનની એક ચમત્કાર પૂર્ણ ઘટના બને છે અને આત્મજાગૃતિના માર્ગમાં વિશેષ પુરુષાર્થની આત્મ સાક્ષાત્કાર થાય તો તે જીવનનું સાફલ્યપણું કહેવાય છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તેવી વ્યક્તિને માટે આ પુસ્તકની સામગ્રી જૈન દર્શનના જ્ઞાન માટેનું એક આધારભૂત સાધન છે. જનસાધારણને ગીતા રહસ્ય સમજવા માટે ગુરુગમની આવશ્યક્તા રહે છે. વિદ્વાનોને માટે દર્શન શાસ્ત્રનો તાત્વિક જ્ઞાન પ્રાપ્તિને આસ્વાદવામાં અનુપમ આનંદ પ્રદાયક નીવડે તેવી છે. આ. બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સંસ્કૃતમાં હોવા છતાં સરળ, સુગ્રાહ્ય શૈલીમાં રચાઈ છે. વિનયવિજયજી ઉપા. અને યશોવિજયજી ઉપા.ની ગીતા સૃષ્ટિ ધર્મના સાર ગર્ભિત બને તેમાં કોઈ નવાઈ નથી અંતે તો જ્ઞાનોપાસનાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy