SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કે નિર્દોષ દાનથી ભવાન્તરમાં તેની પ્રાપ્તિ થાય છે. જેમ કે જેનું પોષણ કરવામાં આવે તે ભવાંતરમાં સો વખત મળે'. यथा जिनानां वरतीर्थनाम्नो भोगेभवेदिन्द्र मुखैः कृतायाः। सत्प्रातिहार्या दिवरार्चनाया अरागभावात्तु दोष लेशः ॥ ५२ ॥ જે રીતે જિનેશ્વરોને જિનનામ કર્મના ઉદયમાં ઈન્દ્ર આદિ દેવોએ કરેલ પ્રાતિહાર્ય આદિ સમવસરણ આદિના ઉપભોગમાં રાગના અભાવથી તેમને દોષનો અંશ પણ નથી. __आराधनेन जिनपादिगणस्य मुक्ति राराधनं च परिणाममनु प्रधानम्। भवेच्छुमा सोडनुशरणं अणालि यथार्च शक्ति प्रतनु क्षणास्तिम् ॥ જિનેશ્વરભગવંત આદિના સમૂહગણની આરાધનાથી મુક્તિ થાય છે અને તે આરાધન અનુપ્રધાનને (મુખ્યપરિણામને) અનુસરનાર છે તેના પરિણામ સ્વરૂપ (પ્રધાન ક્ષપકશ્રેણી અને તેને અનુસરનારા ક્ષયોપશમભાવ આદિ પરિણામ) શ્રાવક ક્ષણની પરંપરાને અનુસરતો પવિત્ર બને છે. આથી ક્ષણ(મહોત્સવ)ને યથાશક્તિ વિસ્તારવા જોઈએ. अनन्तविज्ञानमनन्तदर्शनं, सातं ह्यनन्तं निजरुपजातम् । अनन्तसम्यक्त्वमनन्यरक्तिं, समग्र शक्त्याढ्यमजं यजेत् सदा॥३॥ અનંત વિજ્ઞાન, અનંત દર્શન, અનંત શાતા, નિજસ્વરૂપવાળા, અનંત સમ્યકત્વ, આત્મા સિવાય ક્યાંય રક્ત (રમનારા) નહિ, સર્વશક્તિના ભંડાર એવા સિધ્ધાત્માને હંમેશા પૂજવા જોઈએ. तत्त्वस्य गानेऽपि चतुर्विध तद्, हेतुः फलं चास्य सुमार्गलोपः । गीता ततः सत्यतया गिरा सा, याऽऽराधनीति प्रतिबुध्धमार्गः ॥१०॥ તત્ત્વના કથનમાં પણ તે ચાર પ્રકારની મૃષાભાષારૂપ હેતુથી સન્માર્ગલોપ-સ્વરૂપ ફળ મળે છે. આ કારણથી મોક્ષમાર્ગને જાણનારા સ્થવીરોએ તે વાણીને જે સત્યરૂપે કહી છે કે જે આરાધનામાં ઉપયોગી બને. जिनवरा जितरागमदाः सदा, भविजनान् सुकृतालिपरोद्यतान्। दुरितकर्मभरात् सुगमाध्वना, विदधतु प्रवरोद्यमशालिनः ॥६॥ રાગ અને મદ (ઉષ) જિતનારા જિનેશ્વર ભગવંત ! સદા પાપકર્મના સમૂહથી સુકૃતની શ્રેણીમાં તત્પર ભવ્ય જીવોને સુગમ માર્ગ દ્વારા પ્રવર ઉદ્યમશીલવાળા બનાવો. ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy