SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જેઠ સુદ તેરસને બુધવારે કરી હતી. આ આત્મદર્શન ગીતા ગ્રંથ આત્માના શુધ્ધ ચૈતન્યને દેખાડનાર છે. જેને આત્માનું દર્શન થાય તથા આ ગ્રંથનું સમાધિપૂર્વક અધ્યયન કરી જીવનમાં ઉતારે તો તે ત્રીજા અથવા ચોથા ભવે મુક્તિ પામે છે. કવિએ સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ છંદમાં ૧૮૨ શ્લોક રચ્યા છે. શીર્ષકનો વિચાર કરીએ તો તેમાં આત્મ, દર્શન અને ગીતા એમ ત્રણ શબ્દો છે. આ ત્રણ શબ્દો પર મહાકાય ગ્રંથો રચાયા છે અને વિદ્વાનોએ વિવિધ પ્રકારની કૃતિઓ રચી છે. તે ઉપરથી આત્મતત્વની મહત્તા સમજાય છે. વિશ્વનાં તમામ ધર્મોમાં આત્મા વિશે ચિંતન અને મનન કરવા લાયક વિચારો પ્રગટ થયા છે. જ્ઞાન, ક્રિયા, તપ યોગ જેવાનું આલંબન લઈને સુજ્ઞ મહાત્માઓએ પ્રચંડ પુરુષાર્થ કરીને માનવજન્મમાં આત્મદર્શન-સ્વરૂપની પ્રાપ્તિ કરી મનુષ્યજન્મ સફળ કર્યો છે. આ ગ્રંથમાં મુખ્યત્વે આત્મદર્શનનું સ્વરૂપ, આત્મદર્શન કેવી રીતે થાય, આત્મદર્શન વિના જીવોને કેવા અનર્થ થાય તે વિષે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ. બૃધ્ધિસાગરસૂરિએ ગીતાના શ્લોકોનું વિવેચન કરીને તત્વજ્ઞાન વિષયક કઠિન વિચારધારાને સરળ ને સુગ્રાહય બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. મંગલાચરણના પ્રથમ શ્લોકમાં દેવગુરુ અને ધર્મની સ્તુતિ કરવામાં આવી છે. જૈન સાહિત્યની પરંપરામાં ઇષ્ટ દેવ ગુરુની સ્તુતિથી ગ્રંથારંભ કરવાની પ્રણાલિનું અનુસરણ થયું છે. प्रणम्य परमात्मानं योगिध्येय सनातनम् । धर्म देवगुरुं नत्वा वच्मि सत्यात्म दर्शनम् ॥ १ ॥ આત્માના દર્શનનું માહાત્મ્ય જણાવતાં ગુરુદેવ કહે છે કે आत्मानो दर्शनं श्रेष्ठं सर्व पाप प्रणाशकम् । दर्श्यते येन स तत्त्वं दर्शनं तध्धि कथ्यते ॥ २ ॥ આત્માનું દર્શન શ્રેષ્ઠ છે. સર્વ પાપનો નાશ કરવામાં સમર્થ છે. તે સત્ તત્ત્વ જે શક્તિથી જણાય તે દર્શન નિશ્ચયથી કહેવાય છે. આત્મદર્શન પ્રાપ્ત કરનાર મહાપુણ્યવંત આત્માઓ અલ્પકાળમાં જ મુક્તિ સુખના ભોક્તા બને છે. એટલે ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતા આત્માએ માનવજન્મ પ્રાપ્ત કરીને આત્મદર્શન માટે જ પુરૂષાર્થ આદરવો તે ઈષ્ટ છે. સહજાનંદ શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ અલ્પકાળમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આત્મદર્શનરૂપ સમ્યષ્ટ આત્મદૃષ્ટિ છે. અહીં યશોવિજયજી ઉપાધ્યાયજીના પરમાત્મા દર્શન વિશેનો શ્લોક સંદર્ભ તરીકે આપ્યો છે. ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy