________________
જગતના સર્વ જીવાત્માઓની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ વગેરે શુભ અનુષ્ઠાનની પ્રવૃત્તિ પ્રેમથી જ થાય છે. તેમજ પ્રેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો નિશ્ચય મહામત્ર છે.
दुष्ट कामो नयत्राऽस्ति तत्रप्रेम प्रकाशता।
धर्म्य प्रेम जगद्धर्म स्थापकं सर्व शक्तितः ॥ ६१ ॥
જ્યાં દુષ્ટ કામવાસના ન હોય ત્યાં સત્યપ્રેમનો પ્રકાશ થાય છે. જ્યાં ધર્મ સંબંધી પ્રેમ હોય તે આત્મા સર્વ સાત્વિક શક્તિથી યુક્ત થઈને જગતમાં પ્રેમયુક્ત ધર્મની સંસ્થાપના કરે છે.
दष्टवा परस्परं नृणां यत् सुखं जायते हृदि ।
प्रेमैव तत्तु संबोध्यं निरपेक्षं सदाऽभवम् ॥७३ ॥ મનુષ્યોને એક બીજાને જોઈને - મળીને હૃદયમાં જે સુખ ઉપજે છે તેને જ પ્રેમ જાણવો. તેવા પ્રેમને પ્રાપ્ત કરીને હું સદા અપેક્ષા વિનાનો થાઉં.
शुध्ध प्रेमणि संजाते समः सर्वत्र जायते ।
आत्माऽभिन्नं भवे तत्र प्राकटयं परमात्मनः ॥ ८७ ॥ જ્યારે આત્મામાં શુધ્ધ પ્રેમ પ્રગટ થાય છે ત્યારે સર્વત્ર જગત જંતુ ઉપર સમભાવ જાગે છે. અને ત્યારે જ આત્માર્થી અભિન્ન એવું પરમાત્માનું સ્વરૂપ પ્રગટ ભાવે આત્મા પોતાનામાં અનુભવે છે.
मोहमान विकारेषु प्रेम किंझ्चन् न विद्यते ।
आत्म प्रेमोज्ज्वलं मन्त्रं केचिज्जानन्ति पंडिताः ॥ १०५ ॥ મોહ માન આદિના વિકારોમાં જરાપણ સત્યપ્રેમ હોતો નથી. તેમજ આત્મ પ્રેમરૂપ ઉજ્જવળ મંત્રને કોઈક પંડિતોજ જાણે છે.
हावभावेषु नैकान्तं नैकान्तं मिष्ट भाषणे ।
प्रेम नैसर्गिकं नृणा मगम्यं वर्तते स्वयम् ॥ ११५ ॥ હાવભાવરૂપ ચેષ્ટામાં પ્રેમ. હોય તેવી એકાંતતા હોતી નથી. તેમજ મીઠા વચનમાં પણ પ્રેમ હોવાની એકાંતતાં નથી પરંતુ મનુષ્યોમાં સહજ સ્વભાવે રહેલો પ્રેમ સ્વયં સમજવો અગમ્ય છે.
सर्व जीवैः सह प्रेम मैत्री भावाय जायते ।
ततः समत्व संलाभात् समाधि र्जायते सताम् ॥ १५५ ॥ સર્વજીવો સાથે જે પ્રેમ થાય તે મૈત્રી ભાવને માટે જ થાય છે. તે મૈત્રી ભાવ સમત્વની પ્રાપ્તિ માટે થાય છે. સમત્વથી સંત પુરુષો સમાધિ પામે છે.
आत्मासु प्रेम साम्राज्यं देहे कामस्य च स्फुटम् । आत्मप्रेम्णा रसानन्दः कामेन दुःख कोटयः ॥ २४५ ॥
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org