SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં ભગવાન મહાવીર પરમાત્મા પ્રેમસ્વરૂપ છે. તેમની પત્ની યશોદાદેવી પ્રેમ રૂપિણી આત્મપરિણતિરૂપે જાણવી. ભગવાનશ્રી મહાવીર દેવના શ્રીમુખે ભવ્યાત્માના ઉદ્ધાર માટે પ્રેમગીતા ઉપદેશ કરાયેલી છે. તેના સૂક્તો સર્વ આગમોમાં ગૂંથાયેલા છે. તે પરંપરાએ એટલે સુધર્માસ્વામીના શિષ્ય-પ્રશિષ્યની પરંપરાએ એટલે સુધર્માસ્વામીના શિષ્ય-પ્રશિષ્યની પરંપરાએ ગવાતી આવેલી છે. તેનો ઉદ્ધાર શ્રીમાન જૈનાચાર્ય સર્વશાસ્ત્ર સમુદ્ર પારંગત ભગવાનશ્રી યશોભદ્ર સૂરીશ્વરજીએ ભક્તિયોગમાં પ્રેમ ભક્તિ પ્રકરણરૂપે ઉદ્ધાર કર્યો હતો તે અર્થરૂપ છે. ભક્તિ યોગનો બોધ કરનારી, મુક્તિની વહન કરનારી, પરોપકારથી ઉદ્ધાર પામેલી આ પ્રેમગીતા પાંચમા આરામાં સર્વત્ર વિજયવંતી વર્તો. ૬૮૧ શ્લોકમાં રચાયેલી પ્રેમ ગીતામાં પ્રેમની વૈવિધ્યપૂર્ણ માહિતી આપીને આત્મસ્વરૂપ વિકાસ દ્વારા મુક્તિ માટે તે માટેના વિશુધ્ધ અને સત્ય પ્રેમ સ્વરૂપનો સંસ્કૃત ભાષામાં શ્લોકબદ્ધ, સરળ શૈલીમાં પરિચય આપવામાં આવ્યો છે. પ્રેમ અંગેની કવિની વિશ્લેષણ શક્તિ વિષયવસ્તુને સ્પષ્ટ કરીને તાત્વિકવાત તરફ લક્ષ દોરવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ગીતા કાવ્ય તરીકે સંસ્કૃત ભાષાની આ કૃતિ નમૂનેદાર બની છે. કારણ કે પ્રેમ વિશેની વિશદ વિશ્લેષણ કરવાની કવિની ચતુરાઈ આત્માર્થી જનોને માટે તથા સર્વ સાધારણ જનતાને પણ પ્રેમનો ખોટો ભ્રમ, આભાસ, માયાજાળ દૂર કરીને સત્યપ્રેમ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો જ આત્મોન્નતિ હાથ વેંતમાં છે. આનંદઘનજીના રૂષભદેવના સ્તવનની પંક્તિઓનો સંદર્ભ પણ વિચારી એ તો કવિની વિચારધારાને પણ સહજ સાધ્ય બને છે. ‘‘પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોઈ’ પ્રેમ ગીતાના પરિચયમાં કેટલાક શ્લોકોનો ઉલ્લેખ કર્યો છે. અહીં દૃષ્ટાંતરૂપે બીજા શ્લોકોની સાર્થ નોંધ આપવામાં આવી છે. प्रेम परीक्ष्यते प्रेम योगिना परया विदा । परायां भासते सत्य प्रेम्णैव सकृतिः ॥ ५६ ॥ પ્રેમ યોગીઓ પરા શ્રેષ્ઠ ભાવના વડે સત્ય પ્રેમની પરીક્ષા કરી શકે છે. શ્રેષ્ઠ ભાષામાં સત્ય પ્રેમમય વચનો બોલાય છે. સત્ય પ્રેમથી આત્મામાં સાચી સ્થિરતા આવે છે. सेवा भक्तिर्भवेत प्रेम्णा वैयावच्चं तथा शुभम् प्रवृतीनां महामन्त्री निवृत्तीनां तथा ध्रुवम् ॥ ५७ ॥ Jain Education International For Private & Personal Use Only ૧૩૫ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy