SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દ૨મ્યાન મહમદ ગઝનીએ તોયુ તે મોટી ઐતિહાસિક ઘટના છે પરંતુ દ્વયાશ્રયમાં તેનો ઉલ્લેખ નથી. ( સોમનાથનુ મંદિ૨ તૂટયું તે કદાચ ૧૦૨૫ની સાલ હશે તેમ પણ મનાય છે જો એમ હોય તો તે વખતે ભીમદેવનું રાજ્ય હશે ) હ્રયાશ્રયમાંથી તત્કાલીન રાજ્ય વ્યવસ્થા, લોકો, રહેણી કરણી, શસ્ત્રો વગેરે વિષે પણ ઘણુ. જાણવા મળે છે. ૧-નાશતાં ભાગતાં શત્રુ પ૨ પ્રહાર કરવામાં આવતો નહોતો. ૨-એક જ રાજા એકથી વધારે મંત્રી રાખતાં. ૩-૨ાજાઓ રાત્રે છૂપા વેશે નગરનાં લોકોનાં સુખદુઃખ જાણવાં નીકળતાં ૪-અર્થશાળામાં વાંદરાં પણ રખાતાં હતાં. ૫-હરણનાં શીંગડા કાપીને પછી શિકાર કરવા નીકળતા હતા. ૬-ખાવામાં ડાંગરનો ઉપયોગ હતો. ૭-નગરવાસીઓ નાગર પણ કહેવાતા. ૮-લગ્નની રીત લગભગ અત્યાર જેવીજ હતી ૯-નવરાત્રીમાં ચંડીપાઠ કરતાં હતાં. ૧૦-પંચિકા તથા તેવી બીજી કાંકરાઓની ૨મતા હતી. ૧૧-વિષ્ણુ,શિવ, શક્તિ તથા જિન પૂજા થતી બીજા જાણવા જેવા ઉલ્લેખો ૩૬ શસ્ત્રોનાં નામ-ચક, ધનુ, વજ્ર, ખગ, ક્ષુરિકા, તોમર, કત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિદીમાલ, મુષ્ટિ, લુઠિ, શંકુ, પાશ, પશિ, યષ્ટિ, કણય, કંપન, હલ, મુશલ, ગુલિકા, કર્તરી, કરપત્ર, તરવારી,, કુઘાલ, કુષ્કીટ, કોપણિ, ડાહ, ડથ્યુસ,, મુગ્દ૨, ગદા, ઘન, કરવાલિકા. આ બધાં જ શસ્ત્રો ખરેખર કેવાં હતાં તે અત્યારે ખ્યાલ આવી શકતો નથી, ઘણાં નામો તા અત્યારની ગુજરાતી ભાષામાં હવે પ્રચલિત પણ નથી ૬ પ્રકારનુ બળઃ- મૌલ, ભૃતક, શ્રેણિ, અગ્નિ, સહદ, અને આરવિક. Jain Education International For Private & Personal Use Only 81 www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy