________________
૨૦માં સર્ગમાં અમારિ ઘોષણાની વાત છે. કુમારપાળે એક માણસને પાંચ. છ બકરાં કસાઈખાને લઈ જતો જોયો. કુમારપાળે આ અટકાવ્યું અને દયાભાવથી પ્રેરાઈને ત્રિકુટાચલ લક) સુધી અમારિ ઘોષણા કરાવી. આ ઉપરાંત દારુનો રિવાજ બંધ કરાવ્યો. યજ્ઞમાં જવ હોમવાનું ચાલુ કરાવ્યું. બીન વારસી મિલ્કત રાજ્ય લઈલે તેવી પ્રથા હતી તે બંધ કરાવી. વામ્ભટ્ટ દ્વારા સોમનાથનો જિર્ણોદ્ધાર કરાવ્યો દેવપતન તથા અણહિલપુરમાં પાર્શ્વનાથનાં મંદિરો કરાવ્યાં. કુમારપાળેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું
આ છે દ્વયાશ્રયનું મૂખ્ય કથા વસ્તુ. દ્વયાશ્રયમાં આવેલી ઐતિહાસિક વિગતોમાંથી મોટા ભાગની વિગતો ઇતિહાસકારો માટે મૂલ્યવાન ખજાનો છે. એ જમાનામાં જ્યારે વ્યવસ્થિત સ્વરૂપે ઈતિહાસ લખવાની પ્રથા ઓછી હતી ત્યારે દ્વયાશ્રય જેવા ગ્રંથમાં આપેલી વિગતો પરથી જ તત્કાલીન પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે .
79
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org