________________
વર્ણનોનાં વસંત અને શિશિર હોય, હેમત હોય અને વર્ષા પણ હોય. કુદરતી સૌંદર્યમાં કલકલ વહેતાં ઝરણાં અને ઉત્તુંગ ગિરિશિખરો પણ છે. પાટણ અને અન્ય નગરો, નગર રચના, સ્વયંવરો, યુદ્ધ મેદાનો, યુદ્ધો એમ અનેક વર્ણનો છે.
વ્યાકરણમાં અનુપ્રાશ, યમક, વક્રોક્તિ, શ્ર્લેષ, રૂપક, સદેહ, વિરોધ, વ્યતિરેક, વિરોધભાષા, ભાંતિ, સ્મરણ, યથાસખ્ય અને સ્વભાવોક્તિના સુંદર ઉદાહરણો છે. આ બધા ઉદાહરણો ઉચ્ચારો સાથે સંકલિત છે. યાશ્રયમાં જૂદા જૂદા ૨૯ પ્રકારનાં છંદ ઇત્યાદિ છે. યાશ્રયનાં ભાષાંતરોમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ભાષાંતર ૧૮૯૩માં બહાર પડયુ હતું.
હ્રયાશ્રયમાં ૨૦ સર્ગ છે. મહારાજા સિદ્ધરાજની વિનંતિ અને પ્રણાથી આ ગ્રંથની શરુઆત થઇ હશે. ૧૪ સર્વાં આચાર્યશ્રીએ સિદ્ધરાજની હયાતિમાં લખ્યાં હશે તેમ મનાય છે. કારણકે પ્રાકૃત ઢંયાશ્રયમાં કુમારપાળનું ચરિત્ર છે.
હ્રયાશ્રયમાંથી મળેલી ઐ તિહાસિક માહિતીઃ
ચલુક એટલે ખોખાથી સૂર્યને અંજલિ આપનારાં આદિપુરુષ તે ભારદ્વાજ હતાં. તેમનો વંશ ચૌલુક્ય વંશ કહેવાયો. ચૌલુક્યો પ૨મા૨ પણ કહેવાય છે. પ૨મા૨ શબ્દ ૫૨-મા૨ એ રીતે નિષ્પન્ન થયો હોય તેવી શક્યતાં છે. ચૌલુકયનું અપભ્રંશ સોલંકી થયું. મહાકાવ્યમાં મુળરાજથી ઇતિહાસની શરુઆત થાય છે. અણહિલ્લપુરમા મુળરાજનું રાજ્ય હતું. રાજ્યની પ્રજા કંઇક સુખી અને સતોષી હતી, તે સમય દરમ્યાન અણહિલપુરમાં જૈન દેરાસરો પણ હતાં.
સર્ગ થી ૫- મુળરાજને એક વેળા સ્વપ્ન આવ્યું. શંકર ભગવાને સ્વપ્નામાં, સોરઠમાં પ્રભાસનો ધ્વંશ કરનાર ગ્રાહરિપુને માવા ભલામણ કરી. સ્વપ્ન પછી મુળ૨ાજે પોતાના મંત્રીઓ જાંબક અને જેહુલને આ વાત કરી. જેહુલ મંત્રીએ ગ્રાહરિપુનાં કુકર્મો વર્ણવ્યાં અને તેના દુરાચારો જેવાકે પારકી સ્ત્રીઓને તે ઉપાડી જતો હતો તેવા કુકર્મોની મુળરાજને વાત કરી.
76
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org