________________
અધ્યાય ચોથામાં આખ્યાત પ્રકરણ ચાલુ છે. ક્રિયાપદના દ્વિભાવ, લોપનો ઉલ્લેખ પ્રથમ પાદમાં કરીને આચાર્યશ્રી બીજા પાદથી ધાતુઓની ચર્ચા કરે છે. ત્રીજા તથા ચોથા પાદમાં આ ચચાં આગળ ચાલે છે. પાંચમાં અધ્યાયમાં કુદતના નિયમો છે. છઠ્ઠા અધ્યાયમાં તદ્ધિત પ્રકરણ છે. સાતમાં અધ્યાયમાં આજ વિષયની ચચાં આઘળ ચાલે છે. આમ સાત અધ્યાયમાં સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સંસ્કૃત વ્યાકરણ દર્શાવેલ છે.
અધ્યાય ૮- પ્રાકૃત વ્યાકરણ
સેંકડો વર્ષો પહેલાં પ્રાકૃત ભાષા જનસમુહની ભાષા હતી. ભગવાન મહાવીરે તથા ભગવાન બુદ્ધે પ્રાકૃતમાં ( અર્થ માગધી અને પાલીમાં જ લોકોને ઉપદેશ આપ્યો હતો. પ્રાકૃત સિવાયની પૈશાચી ભાષામાં પણ નાટકો-કાવ્યો હતાં. મધ્યકાલીન જન કૃતિઓ પણ મોટા ભાગે પ્રાકૃત ભાષામાં જ લખાયેલી છે. હેમચંદ્રાચાર્યના જમાનામાં ગુજરાતની ભાષા અપભ્રંશ હતી. પ્રાકૃતમાંથી અપભ્રંશ ભાષા ઉતરી આવી હતી.
પ્રાકૃત ભાષા એ સ્વભાવિક ભાષા, પ્રકૃતિની ભાષા ગણાય છે. પ્રકૃતિ સિદ્ધ જે ભાષા તેનું નામ પ્રાકૃત.
પ્રાકૃત એટલે શું તેના બે નોંધપાત્ર ઉદાહરણ
" સંકલજગજનતૂનાં વ્યાકરણાદિભિ૨નાહ હિત સંસ્કાર સહજો વચન વ્યાપાર પ્રકૃતિ, તત્ર ભવં શૈવ વા પ્રાકૃતમ “ વ્યાકરણનાં સંસ્કારને નહી પામેલ, જગતનાં સકળ જીવોની સ્વભાવિક વચન ક્રિયા તે પ્રકૃતિ અને આ પ્રકૃતિની ભાષા તે પ્રાકૃત .
બીજું કથન-આસિવયણે સિદ્ધ દેવાણ અધ્ધમાગતા વાણી-ઇત્યાદિ વચનાળા પ્રા- પૂર્વ કૃતં અથાંત આર્ષ વચનમાં સિદ્ધની ભાષા અધમાગધી હોય છે તેને આધારે પ્રાકકૃતના પૂર્વે કરેલ હોય તે પ્રાકૃત કહેવાય છે. પ્રાકૃતના વ્યાકરણ જન તથા અને વિદ્વાનોએ લખેલાં છે. ચંડકૃત પ્રાકૃત લક્ષણ, ત્રિવિક્રમદેવ કૃત પ્રાકૃતાનુશાસન, હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ તે જન કૃત છે. અજનોમાં પાણિની, વીચ, હૃષીકેશ, માર્કંડેય ઈ, એ પ્રાકૃત વ્યાકરણો લખ્યાં છે.
હેમચંદ્રાચાર્યે તેમનાં પ્રાકૃત વ્યાકરણમાં શીરસેની, માગધી પૈશાચી તથા અપભ્રંશના વ્યાકરણની પણ સમજ આપેલ
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org
78.