SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મ સ્વાખ્યાત ભાવના-જિનેશ્વર ભગવાને સુંદર ધર્મ સમજાવ્યો છે. ધર્મ વગર સાચુ સુખ પ્રાપ્ત થતુ નથી આ ભાવના. આ બાર ભાવનાઓ દ્વારા સમતાભાવ પ્રગટે છે, સમતાભાવથી મન કાબુમાં રહી શકે છે. મનને વશ કરનાર જ યોગની સાધનાનો સાચો અધિકારી બની શકે છે. ભારતીય સંસ્કૃતિએ યોગની ભેટ સમગ્ર વિશ્વને આપી છે. પરંતુ યોગ એટલે માત્ર શારીરિક વ્યાયામ જ નથી. માત્ર રોગાદિ દૂર કરવાનું એક સાધન જ નથી, પરંતુ અધ્યાત્મનુ એક અંગ છે. યોગ અને ધર્મને જુદા પાડી શકાય નહીં. ધર્મ વગરનો યોગ માત્ર શારીરિક ચેષ્ટાઓ જ બની જાય છે. ધર્મ વગર યોગ સફળ ન થાય. ધર્મનાં નિયમોનું આચરણ કરવામાં આવે તો જ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ મળી શકે. धर्मप्रभावतः कल्प-दुमाया ददतीप्सितम् । गोचरेपि न ते यत्स्युर-धर्माधिष्ठितात्मनाम् ।।९४॥ =ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ, કામધેનુ વગેરે ઈચ્છિત ફળ આપે છે. અધમ મનુષ્યોને તે જ વસ્તુઓ દષ્ટિગોચર થતી નથી. अंबंधूनामसौ बंधु-रसखीनामसौसखा । अनाथानामसौ नाथो धर्मों विश्वैकवत्सलः ॥१०॥ 143 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy