________________
વિપરિત વસ્તુઓ પણ જાણી લઇએ. તે છે શશય અનધ્યવસાય, અને વિપર્યય (એટલેકે શંકા, અનિશ્ચિતતા, અને ભ્રાંતિ )
પ્રમાણના બે પો છે- પ્રત્યક્ષ અને પરીક્ષ. હેમચંદ્રાચાર્ય કહે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ બન્ને અગત્યનાં છે. પ્રત્યક્ષ (પ્રતિ-અક્ષ) એટલે આંખે દેખાય તે પ્રમાણ. ઇન્દ્રિય તથા પદાર્થની મદદથી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેમાં અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા તેમ પ્રકારો છે.
અવસહઃ નામ જાતિ વગેરેની કલ્પના વગરન સામાન્યનુ જ્ઞાન તે અવગ્રહ.
ઇહાઃ ઉપરનાં જ્ઞાનને વિશેષ રુપે નિશ્ચય કરવાની વિચારણા તે ઇહા.
અવાયઃ ઇહા વડે થયેલ વિચાણ્ણાની એકાત્રતા-નિશ્ચય તે અવાય કહેવાય.
"
ધાણાઃ નિશ્ચયની સતત ધારા-સ્મૃતિનો મતિ વ્યાપાર તે ધારણા. આ ચાર ભેદો મતિજ્ઞાનનાં છે તેમ પણ દર્શાવાય છે. પરોક્ષ પ્રમાણમાં પાંચ ભેદ છેઃ- સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન ઊહ, અનુમાન અને આગમ.
તત્વાર્થ સૂત્ર, સ્થાનાંગ, સમવાયાંગમાં આપેલાં પ્રમાણના વર્ગીકરણથી હેમચંદ્રાચાર્યનું વર્ગીકરણ જરા જૂદુ પડે છે. અનુયોગદ્વાર સૂત્રમાં પ્રમાણના ચાર પ્રકાર બતાવ્યાં છે અનુમાન,ઉપમાન, અને આગમ.
પ્રત્યક્ષ,
Jain Education International
For Private & Personal Use Only
99
www.jainelibrary.org