________________
૧૭૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય: સંશોધન અને સંપાદન
પ્રાપ્ત કરેલી ઘણી બધી હસ્તપ્રતોમાંની કેટલીક હસ્તપ્રતોમાં અમુક પાક્યાંશ એકસરખી રીતે વણનોંધાયેલો જ રહ્યો હોય અને તેટલો લુમાંશ બીજી કોઈ હસ્તપ્રતમાં જળવાઈ રહ્યો હોય. આવા દાખલાઓમાં આપણે એવું અનુમાન ચોક્કસ કરી શકીએ કે જે જે હસ્તપ્રતોમાંથી અમુક નિશ્ચિત પાક્યાંશ લુપ્ત થયો છે તે બધી જ હસ્તપ્રતોનો આદિ સ્રોત કોઈ એક સમાન હસ્તપ્રત હશે. સમાન લુમાંશો ધરાવતી હસ્તપ્રતોમાંની કેટલીક હસ્તપ્રતો જો બીજી કોઈ વિશેષતાને કારણે જુદી પડતી લાગે તો તેટલી હસ્તપ્રતોને પેટા ભેદી રૂપે જુદી પણ પાડી શકાય. આ પ્રકારના પાઠોના સામ્ય અને વૈષમ્યની તુલના અંતતોગત્વા તે કૃતિના પાઠસંક્રમણનું વંશવૃક્ષ કેવી રીતે ગોઠવાયું છે તેનો ચિતાર રજૂ કરી શકે છે. આ વંશવૃક્ષના આધારે ભેગી કરેલી હસ્તપ્રતો વચ્ચેના આનુવંશિક સંબંધો પણ સ્પષ્ટ થાય છે. આ આનુવંશિક સંબંધોને હસ્તપ્રત કયા સમયમાં લખાઈ છે એની સાથે સંબંધ હોતો નથી કારણ કે એવું બનવા પૂરી સંભવ છે કે ઘણા ઉત્તરવર્તી કાળમાં લખાયેલી હસ્તપ્રતની આદર્શ પ્રત કદાચ ઘણી પ્રાચીન પણ હોય, માટે આવી લેખનસમયની દષ્ટિએ અર્વાચીન જણાતી હસ્તપ્રતના પાઠનું મૂલ્ય સંખ્યાની દષ્ટિએ વધુ એવી બીજી હસ્તપ્રતો કરતાં વધી જાય છે. અલબત્ત, આવા પ્રસંગોએ “શુદ્ધ પાઠ’ અને પ્રામાણિક પાઠ' વચ્ચેનો તફાવત પણ છે સમજી લેવો જોઈએ. ઉપલબ્ધ થયેલી કોઈ એક પ્રાચીન હસ્તપ્રત પાણ ભાગ્યે જ મૂળ ગ્રંથકારના સમયની હોય છે. (અભિજ્ઞાન શકુન્તલ”ની પ્રાચીનતમ હસ્તપ્રત બારમા સૈકાની મળે છે. પણ મૂળ ગ્રંથકારનો એટલે કે કાલિદાસનો સમય ઈ. સ. ની પહેલી કે પાંચમી સદી ગણાઈ છે.) આથી, પ્રાચીનતમ પાઠની શોધ એ પાઠસમીક્ષાનું લક્ષ્ય નથી, પણ પ્રામાણિક પાઠની ગવેષણા એ પાસમીક્ષાનું લક્ષ્ય છે. આથી હસ્તપ્રતોને વંશાનુક્રમે ગોઠવવી એ પ્રામાણિક પાઠને શોધવા માટે આવશ્યક અને અત્યંત ઉપકારક એવી પ્રક્રિયા છે. અલબત્ત, વંશાનુકમ પદ્ધતિથી મેળવેલો પાઠ, સંભવ છે કે મૂળ ગ્રંથકારનો જ લખેલો કે શુદ્ધતમપાઠ ન પણ હોય.
(ક) કયારેક એવું પણ બને છે કે ઉપલબ્ધ ઘણી બધી હસ્તપ્રતોનો પાઠ કોઈ એક જ હસ્તપ્રતમાંથી ઊતરી આવ્યો હોય અને તે મૂળગામી હસ્તપ્રત પાછી આજે પણ અસ્તિત્વ ધરાવતી હોય. (જેવું કે સોફોકલીસના લખાણો વિશે જોવા મળે છે) (ખ) પરંતુ બહુધા આવું બનતું નથી. ઉપલબ્ધ હસ્તપ્રતોને વંશાનુક્રમે ગોઠવતા જઈએ ત્યારે છેલ્લે બે કે તેથી વધારે જૂથમાં તે હસ્તપ્રતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org