________________
સંસ્કૃત ગ્રંથોની પાઠસમીત્રાનો આરંભકાળ ૧૭૩ પાઠસંપાદનની પ્રક્રિયા હાથ ધર્યા પછી અન્ય અષ્ટકોના પાઠસંપાદનમાં જે સંખ્યામાં ઓછી હસ્તપ્રતો પ્રાપ્ત થાય તોપાણ પાઠસંપાક પોતાનું કાર્ય કોઈ વિશેષ મુશ્કેલી વિના આગળ ધપાવી શકે છે. જ્યાં સુધી સાયણભાષ્યને લાગેવળગે છે ત્યાં સુધી પ્રથમ અષ્ટક ઉપરના ભાષ્યમાં તેમણે પોતાની પૂરેપૂરી વિદ્વત્તાનું પ્રદર્શન કર્યું છે અને બહુશ્રુતતાનો પૂરો પરિચય આપી દીધો છે. તેથી આગળના અષ્ટકોમાં, કે જેમાં તેમણે વિસ્તૃત ભાષ્ય નથી લખ્યું તે અંશમાં પણ ભાષ્યકારની શૈલી કેવી રહી હશે તેનો ઝડપથી અંદાજ લગાવી શકાય છે. એટલે કે કોઈ ગ્રંથકર્તાની રજૂઆતની શૈલી જે તેની પૂરી વિશેષતાઓ સાથે સમાજમાં આવી જાય તો તે પણ પાઠસંપાદનમાં ઉપકારક બનતી હોય છે."
૭. વંશવૃક્ષની ગોઠવણી બાબતે વિચારો
સમીક્ષિત પાઠસંપાદન માટે હસ્તપ્રતોને ઉપયોગમાં લઈએ તે પૂર્વે તે પ્રત્યેકને ધ્યાનથી તપાસવી જોઈએ. જેમ કે જે તે હસ્તપ્રતમાંનો પાઠ ઊતરી આવવાનો સ્રોત કયો છે, એટલે કે પ્રત્યેક હસ્તપ્રતના પાઠનું વંશવૃક્ષ કયું છે) તેમનો સમય કયો છે, આ મુદ્દાઓનો અભ્યાસ કરવાથી તે પ્રાપ્ત કરેલી હસ્તપ્રતોનું સાપેક્ષ મૂલ્ય નક્કી થઈ શકતું હોય છે.
જો મૂળ ગ્રંથકર્તાનો સ્વહસ્તલેખ જ આજે ઉપલબ્ધ થઈ આવે તો આ પાઠસમીક્ષાશાસ્ત્રની કોઈ જરૂર જ ન રહે અને આપણે ઉપલબ્ધ તમામ હસ્તલિખિત પ્રતોને બાજુએ મૂકી શકીએ. આવા પ્રસંગે મૂળ ગ્રંથકારના સ્વહસ્તલેખને જ પ્રકાશન માટે હાથ પર લઈ શકાય અને તે સમયે જો મૂળ ગ્રંથકારે જ કોઈ અશુદ્ધિ સર્જી હોય, તો માત્ર તેને જ આપણે શુદ્ધ કરવાની રહે. પરંતુ સંસ્કૃત સાહિત્યને લાગેવળગે છે ત્યાં સુધી તેની કૃતિઓના મૂળ ગ્રંથકર્તાઓનો સ્વહસ્તલેખ આજે ક્યાંયથી મળતો નથી. અને તે તે કૃતિઓની જે હસ્તલિખિત પ્રતો મળે છે તે ઘણા ઉત્તરવર્તી કાળની છે. આવી પ્રતિલિપિઓનું જો સંતુલન કરવામાં આવે તો તે પરસ્પરથી ઘણી જુદી પડે છે, જેમાં અશુદ્ધિઓ અને લુમાંશો, કે સુધારાઓ અને ઉમેરાઓ સદીઓના સમયગાળા દરમ્યાન અજ્ઞાની લહિયાઓ અને વિદ્વાન લહિયાઓના હાથે થયા હોય છે. કેટલાક અશુદ્ધિમૂલક પાઠાંતરો એવા પણ જોવા મળે છે કે જે કોઈ એકાદ હસ્તપ્રતમાં જ હોય એવું નહીં, પણ એકી સમયે ઘણી હસ્તપ્રતોમાં આવા અશુદ્ધિમૂલક પાઠાંતરોની પુનરાવૃત્તિ હોય. ક્યારેક એવું પણ જોવા મળે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org