________________
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
હતાં તેમાં એકસરખાં અને એક જ લિપિનાં પાનાં એકઠાં કરવાનું, તે પછી ઊભા અને આડા લખાણવાળી પ્રતોનાં પાનાં જુદાં પાડવાનું કાર્ય, પત્રો તેમ જ અક્ષરોના કદ-સાઇઝ, રંગ, મરોડ પ્રમાણે જુદા પાડીને ગોઠવવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે લાગ્યું કે આ પાનાં ભાષાની દૃષ્ટિએ પહેલાં છૂટાં પાડવાં જોઈએ. તેમાં સંસ્કૃત, પ્રાકૃત-ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે પાનાં જુદાં પાડવાનું શરૂ કર્યું. તેમાં પણ આડા-ઊભા લખાણની જુદા પાડવાની તો ખરી જ. તેમાં તમિળ, તેલુગુ, ઉર્દૂ, ડિંગળ, મોડી, બંગાળી, પંજાબી વગેરે જુદી પાડીને એક બાજુએ મૂકી રાખવાનું રાખ્યું. અને જ્ઞાન ભાષાઓની પ્રતો જુદી પાડીને તેનું વર્ગીકરણવાચન કરવાનું કાર્ય શરૂ કર્યું, તેમાં શ્રી. ના. કા. બાંભણિયા, શ્રી ર. ચિ. ત્રિપાઠી, શ્રી ચતુર્વેદી સાહેબોની વખતોવખત મદદ લેવા છતાં અમુક તબક્કે કાર્ય આવ્યું ત્યારે ધીરજ ન રહેતાં, મનમાં પ્રશ્નો થવા લાગ્યા કે આવું સેળભેળ કેમ થઈ જતું હશે ? આટલા બધા કાર્યકર્તાઓની મદદ શ્રી પુણ્યવિજયજી મહારાજને મળતી હશે કે એકલા હાથે કાર્ય કરતા હશે? કદાચ આમાં આગલા કાર્યકર્તાઓની બેદરકારી કે ભેટ આપનારની નિષ્કાળજી ? કદાચ આ બન્ને કારણો આ કાર્યની મુશ્કેલીમાં વધારો કરતાં હશે. અર્થાત્ હસ્તપ્રતનાં પાનાં પ્રત્યે અજ્ઞાન કે ઉતાવળ કે બીજી કોઈ પણ જાણ્યે-અજાણ્યે થયેલી બેદરકારીને લીધે, પરંતુ આ એક પાપ થયું હોવાનું જૈનો માને છે તે સાવ યથાર્થ છે. તેને ‘આશાતનાની ભાવના' તરીકે ઓળખાવાય છે. તે બાબત જગતનાં બધાં જ્ઞાનનાં મંદિરોમાં ચૂસ્તપણે પળાવી જોઈએ એમ લાગે છે. (જૈ. ચિ. ક. પૃ. ૧૧૦-૧૧૧)
५८
હસ્તપ્રતોનાં પોટલાં બાંધેલાં પડ્યાં હોય તેમાંથી પ્રતોને નંબર પર ચડાવી, જાડા પૂંઠાની બેવડ-સંપુટ વચ્ચે બાંધી લાલ કાપડમાં બાંધી, પટ્ટીથી મજબૂત બાંધીને વ્યવસ્થિત રાખવામાં આવે છે. તેથી લહિયો પોથીના અંતે લખતો હોય છે.
तैलाद्रक्षेत् जलाद्रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् ।
मूर्ख हस्ते न दातव्यं एवं वदति पुस्तिका ।
भग्न पुष्टि (दृष्टि) कटि ग्रीवा बद्ध मुष्टिरधो मुखम् ।
રેન મિલિત (ચાન્ન) મવા, યત્નેન પરિપાનયેત્ (પાનનં) ૫ - નં. ૬૬૭૩ કોઈક વાર, ચૌદશ્ નન્નાદ્રક્ષેત્ રક્ષેત્ શિષિત મન્ધનાત્... કોઈક વાર ગુજરાતીમાં - ‘રાતું ફૂલ ગુલાબનું પીળો ચંદન હાર, જે ચોરે આ ચોપડી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org