________________
-
ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ
મૂળ પાયાના જ્ઞાનસંપાદન તેમ જ તેમની સ્થાપના માટે આ બંને પુસ્તકો અમર રહેશે એમાં શંકા નથી. પુરાવસ્તુસંગ્રહો કે જ્ઞાનભંડારમાંની પ્રતો કે ચિત્રોની સાચવણી, તેનું વાચન, સંપાદન અને પ્રકાશન માટે તેમ જ તેનું વાચન કરીને ગ્રંથો એકઠા કરવાની પ્રવૃત્તિ, સાચવણી, વિકાસ અને વ્યવસ્થિત પરિગ્રહણ તથા કેટલોગિંગ માટે પણ માર્ગદર્શક થઈ પડે તેમ છે.
હસ્તપ્રત અંગેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતી વખતે તેમાં ગ્રંથાલયની પ્રવૃત્તિ પગ તેને આનુસંગિક રીતે આપોઆપ આવી જતી હોય છે. એટલું જ નહીં, તેમાં વિભાગીકરણ, વર્ગીકરણની સાથે કેટલોગ પ્રકાશન અને ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિ પણ સંકળાઈ જતી હોય છે. ગુજરાતના વિવિધ ગ્રંથભંડારોના અભ્યાસીઓ અને તેમનો પરિચય આપનારા અનેક વિદ્વાનો છે. શ્રી પુણ્યવિજયજી, ડૉ. ભો. જ. સાંડેસરા, શ્રી કનુભાઈ શેઠ, ડૉ. ભારતીબેન શેલત, ડૉ. સાવલિયા વગેરેએ ગુજરાતના વિવિધ ભંડારોના પરિચય આપીને તેમની અગત્યતા દર્શાવી છે. હસ્તપ્રતો ઉપરાંત સચિત્ર હસ્તપ્રતો, ચિત્રો, સિક્કા, શિલ્પ ઈત્યાદિ વિભાગોની અને તેમના નંબરોની તથા પરિગ્રહણ, ડોક્યુમેન્ટેશન કરવાથી બધો વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે છે. - હસ્તપ્રતો વ્યકિતગત ભેટરૂપે વ્યવસ્થિત મળેલી હોય છે તેમાં તેની વર્ગીકત યાદી કે કેટલોગ વગેરે કાર્યમાં બહુ મુશ્કેલી આવતી નથી, પરંતુ જીર્ણ કે સારી કોઈપણ રૂપે છૂટાં પાનાઓવાળી પોથીઓમાંથી કાર્ય કરવું અતિ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું હોય છે.
જૈનચિત્રકલ્પદ્રુમના પ્રથમ ભાગમાં હસ્તપ્રતોની પ્રાપ્તિ, અધ્યયન, વર્ગીકરણ વગેરે તેમ જ જ્ઞાનભંડારો અંગેના ઊંડા અધ્યયનની રજૂઆત કરવા છતાં શ્રી પુણ્યવિજયજીએ પોતાના કાર્યની પરિસમાતિરૂપે આનંદ વ્યક્ત નથી કર્યો, પરંતુ આ ઉપલબ્ધ શ્વેતાંબરીય હસ્તપ્રતોની દષ્ટિએ થયેલો અભ્યાસ રજૂ કરી શક્યા છે, તે દિગંબરીય જૈન હસ્તપ્રતો અંગેના અભ્યાસની પરિપૂર્તિ પછીથી ઉમેરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે (જૈચિ.ક.પૃ. ૧૧૮). એ જ પ્રમાણે અમારા હસ્તલિખિત ગ્રંથોના અવલોકનથી થયેલા સંશોધન અનુભવો કોઈકને કામ લાગે તે દષ્ટિએ રજૂ કરવાનો આ પ્રયાસ છે. આ સંપૂર્ણ અધ્યયનનો પરિપાક ન કહી શકાય- કામ ચાલુ છે તેથી).
આ પ્રતોનાં પાનાં જોતાં નવું જાણવાના લાભની સાથે સાથે એ અંગેની કાર્યપદ્ધતિની ધીમે ધીમે સૂઝ પડવા લાગી. જુદી જુદી લિપિવાળાં છૂટાં પાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org