________________
પ૮
ામ સુત્રસાર
પશિશ
જન આગમ સાહિત્ય
જન ધર્મના તત્વજ્ઞાનને આવરી લેતા મૂળગ્રંથો આગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈન તીર્થંકર ભગવાન મહાવીરે આપેલ ઉપદેશ એમાં સમાવિષ્ટ છે. વેતામ્બર મત પ્રમાણે આગમ સાહિત્ય મહાવીરપ્રણીત છે, અને ભગવાન મહાવીરના અગિયાર ગણધરોએ (પટ્ટ શિષ્યએ) એને સૂત્રબદ્ધ કર્યું છે, જ્યારે દિગમ્બર મત અનુસાર આગમ સાહિત્ય મહાવીરના મુખેથી ઉચ્ચારાયેલું છે; પરંતુ હાલ જે સાહિત્ય ઉપલબ્ધ છે તે મૂળ નથી. દિગમ્બર મત અનુસાર મૂળ આગમ સાહિત્ય ઘણું બધું નાશ પામ્યું છે, આમ છતાં એમના ગ્રંથોમાં પ્રાચીન આગમોને ઉલ્લેખ જોવા મળે છે.
આ આગમ સાહિત્ય મહાવીરના નિર્વાણ પછી સદીઓ સુધી મૌખિક પરંપરારૂપે રહ્યું. મહાવીરના નિર્વાણ પછી લગભગ ૮૦૦ વર્ષ બાદ આર્યઅંધિલના સાનિધ્યમાં મથુરામાં સંમેલન યોજાયું અને એમાં આ આગમ સાહિત્યના સંકલનને પ્રયાસ થશે. તેવી જ રીતે લગભગ એ જ અરસામાં વલભીમાં નાગાર્જુન નામે એક મૃતધર હતા; તેમણે વલભીમાં એક સંમેલન યોજ્યુ. એ સંમેલનમાં એકઠા થયેલ સાધુઓએ ભૂલાઈ ગયેલ સૂત્રે યાદ કરીને સંકલિત કર્યા, જેને વલભીવાચન તરીકે નામ અપાયું, અને તેને નાગંજનીય પાઠ તરીકે ઉલ્લેખ નંદીસૂત્ર અને સમવાયગસૂત્રમાં મળે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી આચાર્ય ભદ્રબાહુના સમયમાં પણ એક વાચના થઈ જેનો કાળ ઈસવીસનની બીજી સદીને ગણાય છે. આ વાચના નેપાળ દેશમાં થઇ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આવી અન્ય વાચનાઓ પણ થઈ હોવાનું સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org