SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જેનાગમ સૂત્રસાર સ્પષ્ટ છે કે લેભ એ મૂળભૂત તૃષ્ણાઓનું જ એક સ્વરૂપ છે. આ તુણુઓનું એક સાતત્ય હોય છે. જયારે ક્રોધ, માન, માયા વગેરે કષાયમાં આવો સાતત્યભાવ નથી હોતું. પ્રમાણમાં ક્ષણિક કે સમયાંતરે આ કષાયે માથું ઉંચકે છે. લેભ એ એક મૂળભૂત વૃત્તિ હોવાને કારણે ક્રોધ, માન, માયા આદિ અન્ય કલાને–દુર્ગણોને જન્મ આપવામાં પણ એ કારણભૂત બને છે. ર૬. સંતેષ ક્ષામાથી ક્રોધને હણે, નમ્રતાથી માનને છત, સરળ સ્વભાવથી માયા ઉપર અને સંતોષથી લાભ ઉપર વિજય મેળવે. (૨૬) લેભ ઉપર વિજય મેળવવો એ સૌથી પ્રથમ મહત્વનું કદમ છે અને સંતેષ દ્વારા લેભ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું અહી કહેવામાં આવ્યું છે. સંત તુલસીદાસે પણ કહ્યું છે : ગોધન-રજધન–વાજધન ઔર રતનધન ખાન જબ મિલે સંતેષધન સબ ધન સમાન. અર્થાત જેને સંતોષરૂપી ધન પ્રાપ્ત થયું છે એને માટે અન્ય સાંસારિક બધી જ સંપત્તિ ધૂળ સમાન છે. એક ગુરુ શિષ્ય કયાંક જઈ રહ્યા હતા. શિષ્ય સહેજ પાછળ પાછળ ચાલતો હતો. શિષ્ય રસ્તામાં એક સોનામહોરોની ઢગલી જોઈ. સોનામહોરો ઉપાડવાની લાલચ ન થાય એટલે એના ઉપર એણે પગથી ધૂળ નાખી દીધી. ગુરુએ આ જોઈ લીધું અને શિષ્યને કહ્યું, “તને હજી સેનામહોરો અને ધૂળ એ બન્ને વચ્ચેને ભેદ દેખાય છે એટલો હજી તારો વૈરાગ્ય કાચા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005248
Book TitleJainagam Sutrasar
Original Sutra AuthorN/A
AuthorMavji K Savla
PublisherAkshar Bharati
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy