________________
'૧૪
જેનાગમ સૂત્રસાર ૧૮. વિરક્તિ ભાવથી વિરક્ત થયેલે મનુષ્ય શેકમુક્ત બની જાય છે. જેવી રીતે કમળના છેડનું પાંદડું પાણીથી લેપાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે અનેક દુઃખની પરંપરાથી લેપાતો નથી.
(૧૮) સંસારમાં રહેવા છતાં અને સંસારના સર્વસામાન્ય કર્તવ્યને ન્યાય આપતાં–આપતાં પણ સંસારથી અર્થાત મોહપાશથી નિર્લેપ રહી શકાય છે, એવી સંભાવના અહીં દર્શાવવામાં આવી છે.
સંસારમાં ડગલે પગલે લાભ અને હાનિ તેમજ સુખ અને દુઃખની ગણતરીમાં રહીને મોટેભાગે માણસ પોતે જ પિતાની આસપાસ અનેકવિધ દુઃખની જાળ ઊભી કરે છે. પાણીમાં રહેલા કમળપત્રની જેમ સંસારમાં રહીને પણ નિલેં૫૫ણે જીવવાની કળા જેણે શીખી લીધી હેય એને માટે કોઈ લાભ થવો એ આનંદની બાબત નથી અને કોઈ હાનિ થવી એ અફસોસ કે આઘાતની બાબત નથી. પરિણામે દુઃખેની પરંપરાથી આ મનુષ્ય મહદ્ અંશે મુક્ત જ હોય છે.
સાંખ્યદર્શન અને વેદાન્તદનમાં આને જીવનમુક્તદશા કહેવામાં આવી છે. એને અર્થ છે કે જીવનમાં રહ્યા છતાં પણ જેને મેક્ષ એક અપેક્ષાએ થઈ ચૂક્યો જ છે. શ્રીમદ્ રાજચંદ્ર આવી રીતે જ જીવી ગયા.
૧૯. દશ પ્રકારે ધર્મ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આજવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિચન્ય તથા ઉત્તમ બ્રહ્મચર્ય આ દશ પ્રકારના ધર્મ છે.
(૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org