________________
જનાગમ સૂત્રસાર
આ ગાથામાં પણ તીવ્ર કષાયુક્ત અર્થાત્ ક્ષુદ્ર ભેગ-ઉપભોગમાં ડૂબેલાઓ જાણે કે શરીરને જ સર્વસ્વ માનીને જીવે છે, એ નિર્દેશ છે. “મિથ્યા દષ્ટિ'ને અહીં અર્થ છે જે મિથ્યાને અર્થાત . અસતને સત્ય માનીને ચાલે.
૧૭. જન્મ-મરણ રાગ અને દ્વેષ કર્મના બીજ (મૂળ કારણ છે. કમ” મોહથી ઉત્પન્ન થાય છે, એ જન્મમરણનું મૂળ છે. જન્મમરણને દુઃખના મૂળ કહેવામાં આવ્યા છે. (૧૭)
જન્મનું દુઃખ જન્મ લેનાર મનુષ્યની સ્મૃતિમાં તે હેતું નથી. પરંતુ મૃત્યુને ભય સર્વસામાન્ય છે. એટલે વાસ્તવમાં તો ભય અને એની સાથે સંકળાયેલ બિનસલામતીની લાગણું સવ* દુઃખનું મૂળ છે એમ કહી શકાય.
વળી, સામાન્ય રીતે તો એવું દેખાય છે કે જન્મ-મરણ દુ:ખનું મૂળ હોવાને વારંવાર ઉપદેશ દેનાર અને સાંભળનાર એ બન્નેનું લક્ષ્ય તો ફરી પાછું વધુ સારે જન્મ-દેવકના મોજશોખો મેળવવા તરફની લેલુપતાભરી દૃષ્ટિમાં જ સમાઈ જાય છે.
બૌદ્ધ દર્શનમાં દ્વાદશનિદાન મુજબ આવા કાર્યકારણની શૃંખલામાં બાર કારણેનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને ફરીથી. જન્મ લેવાની ઈચ્છાને જ જન્મનું કારણ ગણવામાં આવ્યું છે.
અર્થાત જ્યાં સુધી ઈચ્છાઓને અને તૃષ્ણાઓને અંત નહીં આવે ત્યાં સુધી ફરી-ફરીને જન્મ હશે જ અને જ્યાં સુધી આવી ફરી-ફરીને જન્મ લેવાની ઈચ્છા સુષુપ્તપણે પણ હશે ત્યાં સુધી મુક્તિની–મોક્ષની આશા વ્યર્થ છે. માત્ર વાક્યાતુર્યભર્યા શબ્દો દ્વારા મોક્ષની ઇચ્છાનું રટણ એ દંભ માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org