SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ હેમાચાય ૧૪૯ જેવી રીતે રુદ્રમાળના તારણને શિલ્પીઓએ અસખ્ય રમ્ય મૂર્તિએથી અને શણગારાથી ભરી દીધું છે; અવનીન્દ્રનાથ ટાગાર પોતાના એક ચિત્રમાં દર્શાવે છે તેમ, કૃષ્ણના આગમનથી વિદુરને એટલે ઉત્સાહ આવ્યા છે, કે પ્રેમમાં ને પ્રેમમાં એમને ધ્યાન રહેતું નથી, પણ એમણે તે ધરના ખૂણેખૂણા — અરે, તસુએ તસુ જગ્યાશણુગારીદીધી છે, તેવી જ રીતે સાધુ હેમચ`દ્રાચાર્યે ગુજરાતીઓના કઠમાંથી જે જે મળ્યુ તે સઘળું લઈને તેની માળા ગૂથી પ્રેમભક્તિથી માતાની પાસે ધરી દીધી છે. એ ભક્તિ, શ્રમ, ઉલ્લાસ – આવું ત્રિવિધ દન એક જ પુરુષમાં જોવું અને એ સઘળા ઉપર, પાતાના યાગીના જેવા સંબંધ રાખી, નર-નારીનાં જોબનરિત વૃંદ્મને ચીતરવા છતાં અલિપ્ત રહેવું, એ તે કેવળ જેણે જીવનકલા સાધ્ય કરી હેાય તેને માટે જ શકય હતું. અને એ દૃષ્ટિએ હેમચ‘દ્રાચાય ને જીવનકલાવીર' કહેવામાં ‘ એ શબ્દ યથાર્થ રીતે વાપર્યાં ગણી શકાય. એમના જેટલી વિદ્વત્તા હાવી એ કદાચ શકય હશે, પણ એમના જેટલા ઉદ્યોગ હાવા એ બહુ વિરલ વસ્તુ છે. એમના રચેલા શ્લોકોની અતિશયક્તિવાળી સખ્યા બાદ કરીએ તે પણ, મુનિશ્રી પુણ્યવિજયજી કહે છે તેમ એ એછામાં એછી અઢીથી ત્રણ લાખ લેાકેાની થવા જાય છે. *મુનિશ્રી પુણ્યવિજયજી ખરાબર કહે છે, છે : કે એ મહાપુરુષ કયે સમયે, કઇ વસ્તુને, કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું મુનિશ્રી પુણ્યવિજયજીએ કરેલું એ સંખ્યાનિર્માણુ નીચે * પ્રમાણે છે :~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy