SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ હેમચંદ્રાચાર્ય નવીર ચડશે, ત્યારે પછી એની સામે ઊભું રહેનાર શૂરવીર હજી તે કઈ જ નથી!” અને બીજી જ ક્ષણે એ પાછી રણસંગ્રામ તરફ ચાલી નીકળી. એ જમાનો એ હતે. એ જમાનાના ઉલ્લાસમાં, વિનોદમાં, શૃંગારમાં, વ્યવહારમાં, કાવ્યમાં, સભાઓમાં જે અપૂર્વતા અને પરાક્રમ માલૂમ પડે છે, તે જ એમના સાધુસંસારમાં, સંયમમાં ને યૌગિક ક્રિયાઓમાં પણ માલૂમ પડશે. એટલે, જ્યારે એમ કહેવામાં આવે છે, કે પિતાના મૃત્યુને સમય હેમચંદ્રાચાર્યને જ્ઞાત હતું, ત્યારે એ વાત કહેવામાં કઈ એ અસાધારણ દેવો નથી કે જેને નકાર્યો વિના ન જ ચાલે, કે જેને દંતકથા કે ગપાટક ગણ્યા સિવાય બીજી કોઈ રીતે એની ચાવી જ ન બેસે. એક રીતે તે, આજનું વિજ્ઞાન હવે અનેક માનસિક ક્રિયાઓને, ધીમે ને ધીમે, વધારે મહત્વ આપતું જાય છે. એટલે, આજની ‘દષ્ટિએ જોતાં પણ, આવી સાધારણ બાબત કહેવાય કે હેમચંદ્રાચાર્યને પિતાના મરણને સમય જ્ઞાત હતું, કે તરત જ એ વસ્તુને દંતકથા કહી નાખવામાં કોઈ અતિહાસિક સત્યની સેવા થાય છે એમ માનવું બરાબર નથી. વસ્તુતઃ હેમચંદ્રા ચાર્યનું સમસ્ત જીવન એટલું સંયમી હતું, કે ચોરાશી વર્ષની વૃદ્ધ વયે પણ પિતે જુવાનના જેટલા જ ઉદ્યોગશીલ હતા. બીજું, “ગશાસ્ત્રમાં એમણે જાતઅનુભવનું ઘણું કહ્યું છે એ જોતાં, એમને વેગની ક્રિયાપ્રક્રિયામાં રસ હતું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy