________________
૮૩
હેમચંદ્રાચાર્ય જૈન દર્શનને સ્વાદુવાદ વધારે અસરકારક લાગે. એ અર્થમાં એ જૈન હતા; પણ એ ઉપરથી અંધ સાંપ્રદાયિક તત્ત્વને એણે રાજનીતિમાં પણ પ્રવેશાવ્યું હતું, અને, ઘણું વખત દંતકથાએમાં વર્ણવવામાં આવે છે એવી, કેવળ વેવલાવેવલો જેવી ધાર્મિક ઘેલછા એણે બતાવી હતી એમ સિદ્ધ કરવાને પ્રયત્ન કરવામાં આવે, તે એ વાત કુમારપાળની જ મહત્તાને માટે હાનિકારક છે. ખરી રીતે, ચૌલુક્યવંશના સઘળા રાજાએની પેઠે, એણે પણ ઉત્તરવયમાં ધાર્મિક પ્રશ્નો પર વધારે લક્ષ આપ્યું હતું. હેમચંદ્રાચાર્યની અસરને લીધે એને જેના તત્વદર્શનમાં રહેલી સૌમ્ય ભાવનાઓ વધારે પ્રિય થઈ લાગે છે. છતાં ભૂલવું ન જોઈએ કે હેમચંદ્રાચાર્ય, જે આ વિષય ઉપર સૌથી વધારે નિકટવર્તી બોલનાર ગણાય, તેણે પણ ‘દ્વયાશ્રય”માં કુમારપાલનું રાજવર્ણન કરતાં ક્યાંય એની રાજનીતિને એકધમ બતાવી નથી. જૈનદર્શનનાં જે મુખ્ય અંગ છે–અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે– તેમનો મહિમા એણે ગાયે છે, અને કુમારપાલે એ રસ્તે સ્વીકારી જૈન દશનની મહત્તા સ્વીકારી છે, પણ કેવળ મમદ ગાંડાને ભે તેવી “ચૂકવિહાર* વગેરેની વાતે વિષે એ “દ્વયાશ્રય”માં ક્યાંય ઉલ્લેખ નથી; છતાં આચાર્ય રાજષિએ કરેલા માંસત્યાગ, મદિરાયાગ, પરસ્ત્રીત્યાગ, પશુધને ત્યાગ અને અમારિએ દષ્ટિએ એને જૈન તત્ત્વજ્ઞાનમાં રાચનારે કહી શકાય. જેનધર્મ કે જૈન સંપ્રદાય જે બહિરૂઆચારમાં રાચે છે, એ એને ખરે પ્રાણ નથી; એનો ખરો પ્રાણ એના તત્ત્વજ્ઞાનમાં છે. ઝઃ “મૂકાવિહાર ની વાત જિનમંડનગણિના “કુમારપાલપ્રબંધ'માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org