SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી આવૃત્તિ પ્રસંગે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય એ ગુજરાતની એક અદ્વિતીય વિભૂતિ છે. એમનું જીવનચરિત્ર લખવાની મને જે તક આપવામાં આવી, એણે મને સાહિત્યમાં નવી જ દિશા દેખાડી. વિખ્યાત અને લેકપ્રિય થયેલી ચૌલુક્ય નવલકથાઓની જન્મભૂમિકા એ અભ્યાસ માંથી મળી આવી. અને એને પરિણામે “ચૌલાદેવી', “રાજસંન્યાસ', કર્ણાવતી', “રાજકન્યા, “જયસિંહ સિદ્ધરાજ' – એ નવલકથાઓ રચાતી ગઈ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકી-યુગનું એક વિશિષ્ટ સ્થાન છે. અને સમકાલીન ઇતર પ્રાંતના ઇતિહાસમાં એને લગતા અસંખ્ય ઉલ્લેખે પણ મળે છે. આપણે પિતાની શુદ્ધ સાંસ્કારિક ભૂમિકા ઉપર રચાયેલી આ ઐતિહાસિક નવલકથાઓની માળા પૂરી થયા પછી ગુજરાતને એક ઈતિહાસગ્રંથ આપવાની મહેચ્છા અત્યારે છે; પૂરી થશે કે નહિ એ કેવળ ઈશ્વરી કૃપા જાણે, પરંતુ એ સમય આવશે તો આપણું સંસ્કૃતિને આમૂલાગ્ર સમજનાર માણસ જ એ વિષયને અધિકારી છે– એ સૂત્ર નજર નમક્ષ રાખીને જ એનું નિરૂપણ થશે. અત્યારે તે એ કેવળ કલ્પના. ખાનપુર, અમદાવાદ, –ધૂમકેતુ ૧૦ ઓગસ્ટ, ૧૯૪૬ ત્રીજી આવૃત્તિ પ્રસંગે અમારા પૂજ્ય બાપુની અભ્યાસનિષ્ઠાની પ્રતીતિ કરાવતું, ગુજરાતની સંસ્કારિતાના આદ્ય પુરુષ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું આધુનિક નવી શૈલીમાં લખાયેલું આ જીવનચરિત્ર ત્રીજી વાર પ્રકાશિત થાય છે, તે પ્રસંગે અમને ઘણે આનંદ થાય એ સ્વાભાવિક છે. આ પુસ્તકની આ આવૃત્તિ સ્વ. શ્રી શંભુભાઈ તથા સ્વ. શ્રી ગોવિંદભાઈની સ્મૃતિ નિમિત્તે શરૂ કરેલી પુસ્તકમાળામાં પ્રગટ થાય છે, તેથી વિશેષ આનંદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy