SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. પુણ્ય-પાપ છે કે નહિ ? ૧૦. પરલેાક છે કે નહિ ? ૧૧. નિર્વાણુ છે કે નહિ ? ૩ આ ઉપરાંત, નિયુઍંક્તિમાં ગણુધરે વિશેની જે વ્યવસ્થિત હકીકત મળે છે તેને કાષ્ટકના રૂપમાં ગોઠવીને આગળ મૂકવામાં આવી છે.' (પાછળ પૃ. ૬૪ ઉપર) ભગવાનના ગણુધરા અગિયાર હતા છતાં ગણુ તા નવ જ હતા એમ કલ્પસૂત્રમાંર જણાવ્યું છે અને તેનું સ્પષ્ટીકરણ પણ ત્યાં જ કરવામાં આવ્યું છે. વાચનાભેદથી ગણભેદ પડે છે. અા અભેદ છતાં શબ્દભેદને કારણે વાયનાભેદ ગણાય છે. ભગવાનના ઉપદેશને પ્રાપ્ત કરીને ગણુધરીએ જે આગમા રચ્યાં તેમાં શબ્દભેદને કારણે નવ વાચનાએ હતી. એક જ પ્રકારની વાચના લેનાર સાધુસમુદાયને ગણુ કહેવાય છે. એવા ગણ્ણા નવ જ હતા, તેથી અગિયાર ગણધરા છતાં ગણુ તા નવ જ થયા. અ ંતિમ ચાર ગણુધરામાંથી આ અકપિત અને આ અચલભ્રાત ના બન્નેના મળી ૬૦૦ શિષ્યાની એક જ વાચના હતી, તેથી તેમના બે ગણુને બદલે એક જ ગણુ ગણાય છે. તે જ પ્રમાણે આ મેતા અને પ્રભાસના ખતેના મળીને ૬૦૦ શિષ્યાની પણ એક જ વાયના હતી, તેથી તેમના પણ બે ગણુને બદલે એક જ ગણુ ગણાય છે. આથી અગિયાર ગણધરાના અગિયાર ગણાને બદલે નવ જ ગણુ ગણવામાં આવ્યા છે.૪ આવશ્યકનિયુક્તિમાં ભગવાન સાથેના ઇન્દ્રભૂતિ આદિના પ્રથમ પરિચયનું વર્ણન છે. તેમાં જણાવ્યુ છે કે, જિનવરેન્દ્રનાપ દેવકૃત મહિમા સાંભળીને અભિમાની ઇન્દ્રભૂતિ માત્લસ પ્રયુક્ત થઈને ભગવાન પાસે આવ્યે. જાતિજરામરણથી રહિત એવા જિન ભગવાને સર્વજ્ઞ -સÖદી હોવાથી તેને નામ અને ગેાત્રથી ખેાલાબ્યા અને કહ્યું કે વેદપદાને તું યથાર્થ અર્થ નથી જાણુતા તેથી તને જીવ છે કે નહિ એવા સંશય થાય છે. તેના અથ તા આ પ્રમાણે છે. જ્યારે તેના સંશય દૂર થયે ત્યારે તેણે પાતાના ૫૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી. તેને દીક્ષિત થયે। સાંભળીને અગ્નિભૂતિ પણ માસ વશ થઈ એમ વિચારીને કે ભગવાન પાસે જઈને ઇન્દ્રભૂતિને પાછે તેડી લાવું, તેમની પાસે આવે છે. તેને પણુ ભગવાન તેના મનના કર્મ વિશેના સશય કહી દે છે અને તે પણ પેાતાના શિષ્યા સાથે દીક્ષિત થાય છે. બાકીના ગણધરા માત્સર્યાંથી નહિ પણુ ભગવાનના મહત્ત્વને પારખીને તેમની પાસે ક્રમશઃ તેમની વંદના અને સેવા કરવાની દૃષ્ટિથી આવે છે અને તે દીક્ષિત થાય છે. આટલી સામાન્ય હકીકત નિયુક્તિકારે દર્શાવી છે. ૧. આવું એક ક્રાષ્ટક કપસૂત્રા પ્રોધિનીમાં આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ આપ્યું છે, પૃ. ૨૫૫; આમાં કેટલીક ખીજી હકીકતા ઉમેરીને મેં આ તૈયાર કર્યુ છે. જુએ આવ૦ નિ૦ ગા૦ ૫૯૩-૬૫૯ ૨. કલ્પસૂત્ર (કલ્પલતા) પૃ૦ ૨૧૫ ૩. કલ્પસૂત્ર (કલ્પલતા) પૃ૦ ૨૧૫ ૪. શ્રી વિજયરાજેન્દ્રસૂરિએ સરતચૂકથી કલ્પસૂત્રાપ્રમેાધિનીમાં એક પિત અને અચલભ્રાતા માટે લખ્યું છે કે તેમની બન્નેની માતા એક હતી અને પિતા જુદા હતા તેથી ગેાત્રભેદ છે, તે વિધાન વસ્તુત: મ`ડિક-મૌ પુત્ર માટે હોવું જોઈએ. જુએ આવ૦ નિ રિ૦ કીકા ગા૦ ૬૪૮. ૫. આવ૦ નિ ગા૦ ૫૮૯-૬૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy