SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] ગણધરવાદ [૧૬. ૩. તેનું ગ્રહણ થઈ શકે છે. જેમ વાયુ એ દેખાતા નથી, તેનું સંસ્થાન જાણી શકાતું નથી, હાથમાં પકડાતા નથી છતાં તે છે, તે જ પ્રમાણે નિર્વાણ પણ છે. મિલિન્દ પ્રશ્ન ૪. ૭. ૧૨-૧૫, પૃ૦ ૨૬૩ આ પ્રકારે નિર્વાણ એ અસંસ્કૃતરૂપે સર્વે બૌદ્ધ સંપ્રદાયોને માન્ય છે. વેદાન્તને મને પણ મોક્ષ કે નિર્વાણ એ ઉત્પન્ન કરવાનું નથી, પણ તેને સાક્ષાત્કાર કરવાને છે. આત્માના શુદ્ધસ્વરૂપ વિશેનું અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન દૂર કરીને તેના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એ જ મોક્ષ છે. એટલે વેદાન્તમતે પણ જે નિર્વાણનાં કારણોની ચર્ચા છે તે ઉત્પાદક નહિ, પણ જ્ઞાપક કારની છે, તેમ સમજવું જોઈએ. આ જ માન્યતા અન્ય દર્શનને પણ માન્ય છે, કારણ કે આત્માનું શુદ્ધ સ્વરુપ અવૃત થઈ ગયું છે એમ સર્વસંમત છે. આત્મામાં વિકાર તે વૈદિક દર્શનને માન્ય નથી. વૈદિકમાં માત્ર કુમારિલસંમત મીમાંસાપક્ષ એક જ એવો પક્ષ છે જેને મતે આત્મા પરિણમી નિત્ય હોવાથી તેમાં વિકારને સંભવ છે. જૈન દર્શન પણ આત્માને પરિણામી નિત્ય માને છે તેથી તેને મતે મોક્ષ કે નિર્વાણ કતક તેમજ અકતક બનને પ્રકારનું છે. પર્યાયદષ્ટિએ તેને કૃતક કહી શકાય છે, કારણ કે વિકારને નષ્ટ કરીને શુદ્ધાવસ્થા ઉત્પન્ન કરી છે. પરંતુ આત્મા અને તેની શુદ્ધાવસ્થા એ દ્રવ્યદષ્ટિએ ભિન્ન નથી તેથી તેને અમૃતક પણ કહેવાય છે, કારણ કે આત્મા તે વિદ્યમાન હતો જ, તેને કાંઈ ઉત્પન્ન કર્યો નથી. ૧૧૩. ૩. સૌગત-મહાયાની બૌદ્ધો માને છે કે બુદ્ધ વારંવાર આ સંસારમાં જીવોના ઉદ્ધાર અર્થે આવે છે અને નિર્માણકાયને ધારણ કરે છે. આની સાથે ગીતાના અવતારવાદને સિદ્ધાંત તુલનીય છે. ૧૧૪. ૪. લેકના અગ્રભાગમાં–મુક્તો લેકના અગ્ર ભાગમાં સ્થિર થાય છે. જેનોને એ સ્પષ્ટ સિદ્ધાન્ત છતાં ઘણું લેખકે જૈન મુક્તિ વિશે લખતાં લખી નાખે છે કે સિદ્ધના છ સતત ગમનશીલ છે. આ બ્રમનું મૂળ સર્વદર્શનસંગ્રહમાં રહેલું છે. આત્માને વ્યાપક માનનારા સાંખ્ય, ન્યાય-વૈશેષિકાદિ દર્શનને મને મુક્તાવસ્થામાં લેકાગ્ર સુધી ગમન કરીને ત્યાં સ્થિર થવાને પ્રશ્ન જ રહેતો નથી. તે વ્યાપક હેવાથી સર્વત્ર છે. માત્ર શરીરને સંબંધ આત્માથી છૂટી જાય છે. ભક્તિમાર્ગીય સંપ્રદાયને મત મુક્ત જીવો વૈકુંઠ કે વિષ્ણધામમાં વિષ્ણુના સાંનિધ્યમાં રહે છે. હીનયાની બૌદ્ધો નિર્વાણનું કોઈ નિશ્ચિત સ્થાન જેનેની જેમ માનતા નથી, જુઓ મિલિન્દ ૪. ૮. ૯૩, પૃ. ૩૨૦. પણ મહાયાની બૌદ્ધોએ તુષિત સ્વર્ગ, સખાવતી સ્વર્ગ જેવાં સ્થાની કલ્પના કરી છે જ્યાં બુદ્ધ બિરાજે છે, અને અવસરે નિર્માણકાય ધારણ કરીને અવતાર લે છે. સિદ્ધોના નિવાસસ્થાનના વર્ણન માટે જુઓ– મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ પૂ૦ ૨૫૧, અથવા ઉત્તરાધ્યયન ૩૬. ૫૭-૬૨. ૧૧૪. ૨૯ “ઋ૩ ’ આ ગાથા આવસ્યકનિર્યુક્તિની છે -ગા૦ ૯૫૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy