________________
૧૮૮] ગણધરવાદ
[૯. ૧૫૯. ૧૪. અનનુરૂપ આ દલીલ સાથે ન્યાયસૂત્ર (૩. ૨. ૫૪)ની દલીલની તુલના કરવા જેવી છે. તેમાં કહ્યું છે કે શરીરના ગુણમાં અને આત્માના ગુણોમાં વિધર્યું છે.
૯. ૧૪. ગુણ-ગુણીભાવ–આને ગુણ આ છે અને આ આને ગુણી છે તેવી વ્યવસ્થા. ૯. ૨૩. પક્ષ
સાધ્ય- જે સિદ્ધ કરવાનું હોય તે ધર્મથી જે વિશિષ્ટ હોય તે પક્ષ કહેવાય. અથવા તે સાધ્ય પણ પક્ષ કહેવાય છે. તેની પહેલેથી પ્રતીતિ ન હોવી જોઈએ-તે પ્રથમથી જ્ઞાત ન હોવું જોઈએ. એટલે કે જે વિશે સંદેહ, વિપરીત જ્ઞાન અથવા તે અનયવસાય હોય તે સાધ્ય બને છે. વળી પ્રત્યક્ષાદિ પ્રમાણેથી જે બાધિત ન હોય તે જ સાધ્ય બની શકે છે. વળી પિતાને અનિષ્ટ હોય તે પણ સાધ્ય ન બની શકે. જુઓ પ્રમાણનયતવાલેક ૩. ૧૪-૧૭.
૯, ૨૪, પક્ષાભાસ–પક્ષના ઉક્ત લક્ષણથી જે વિપરીત હોય તે પક્ષાભાસ કહેવાય-વિશેષ વિવરણ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાવ ટિ, પૃ ૮૮.
૯. ૩૦. સ્વાસ્થૂપગમ–પોતાને સ્વીકાર
૧૦. ૧૮. વિપક્ષવૃત્તિ-સાયને જેમાં અભાવ હેય તે વિપક્ષ. તેમાં જે હેતુ રહે તે વિપક્ષવૃત્તિ કહેવાય.
૧૦. ૨૫. ગુણેના પ્રત્યક્ષથી આત્માનું પ્રત્યક્ષ-પ્રશસ્તપાદે (પૃ૦ ૫૫૩) બુદ્ધિ-સુખાદિ આત્મગુણોનું પ્રત્યક્ષ આત્મા અને મનના સંનિકર્ષથી માન્યું છે પણ જેને ગુણ પ્રત્યક્ષ હોય તે વસ્તુ પણ પ્રત્યક્ષ હેય એવો નિયમ પ્રશરતપાદને માન્ય નથી, કારણ, તેમને મત આકાશને ગુણ શબ્દ અને વાયુને ગુણ સ્પર્શ એ પ્રત્યક્ષ છતાં આકાશ અને વાયુ અપ્રત્યક્ષ છે (પૃ૦ ૫૦૮, ૨૪૯). એટલે આચાર્ય જિનભદ્ર ગુણ-ગુણીની ભેદભેદની ચર્ચા કરી છે અને પિતાનું મંતવ્ય સિદ્ધ કર્યું છે.
૧૧. ૧. શબ્દ પોગલિક છે-ન્યાય-વૈશેષિકને મતે શબ્દ એ નિત્ય એવા આકાશને ગુણ છે. પણ સાંખ્યને મતે શબ્દ-તન્માત્રાથી આકાંશ નામનું ભૂત ઉત્પન્ન થાય છે અને તેને ગુણ શબ્દ છે.
યાકરણ ભર્તુહરિને મતે શબ્દ એ બ્રહ્મ છે અને તેને જ પ્રપંચ એ વિશ્વ છે. (વાકયપદીય ૧. ૧.) મીમાંસક વણને શબ્દ માને છે અને તેની અનેક અવસ્થાએ સ્વીકારે છે (શીસ્ત્રદીપૃ૦ ૨૬૧, ૨૧) અને તેને નિત્ય માને છે. તેથી ઊલટું, બીજાએ શબ્દને અનિત્ય માને છે. મીમાંસકને મતે શબ્દ દ્રવ્ય છતાં પૌદ્ગલિક નથી, જ્યારે જૈન મતે તે પૌદ્ગલિક છે. મીમાંસકમતે શબ્દ વ્યાપક છે, પણ જૈન મતે લોકમાં સર્વત્ર ગમનની શક્તિવાળા છે.
૧૧. ૧૦. ગુણ-ગુણનો ભેદભેદ–ન્યાય-વૈશેષિક ગુણ ગુણીને ભેદ સ્વીકારે છે. બૌદ્ધમતે ગુણ-દ્રવ્ય જેવું કશું જ સ્વતંત્ર નથી, પણ ગુણો જ માત્ર છે. જેને-મીમાંસક ગુણ-ગુણને ભેદાભેદ સ્વીકારે છે. સાંખ્યમતે ગુણ-ગુણીને અભેદ છે.
૧૧. ૨૮. ગુણે કદી ગુણી વિના હોતા નથી–આ દલીલ પ્રશસ્તપાદે (પ૦ ૩૬૦) પણ આપી છે. સુખ-દુઃખાદિ એ ગુણે છે માટે ગુણીનું અનુમાન કરવું જોઈએ. શરીર અને ઇન્દ્રિયના ગુણો તે તે છે નહિ માટે આત્મદ્રવ્ય માનવું જોઈએ. એ જ રીતે ન્યાયસૂત્રમાં પણ પારિશેષ્યથી આત્મસિદ્ધિ કરવામાં આવી છે. (૩, ૨, ૪૦). વળી જુએ ન્યાયભાષ્ય ૧. ૧, ૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org