________________
અચલભ્રાતા]
પુણ્ય-પાપ ચર્ચા
[૫૧
ઉત્પન્ન ન થાય, એટલે સુખના અતિશયનું જે નિમિત્ત હોય તેને, દુઃખના અતિશયમાં જે નિમિત્ત હોય તેનાથી, ભિન્ન જ માનવું જોઈ એ.
અચલભ્રાતા—પાપ-પુણ્ય સ`કીણુ હાવાથી ભલે એકરૂપ હાય, પણ જ્યારે પુણ્યાંશ વધી જાય અને પાપાંશની હાનિ થાય ત્યારે સુખાતિશયનો અનુભવ થઈ શકે છે અને જ્યારે પાપાંચ વધવાથી પુણ્યાંશની હાનિ થાય ત્યારે દુ:ખાતિશયના અનુભવ થાય છે. આ પ્રકારે પુણ્ય-પાપને સંકીણુ` માનવા છતાં દેવમાં સુખાતિશય અને નારકાદિમાં દુઃખાતિશયનો અનુભવ સ'ભવ બનશે, તેથી પુણ્ય અને પાપને સ્વત'ત્ર શા માટે માનવાં ?
ભગવાનપુણ્ય અને પાપ સર્વથા એકરૂપ જો હાય તેા એકની વૃદ્ધિ થવાથી બીજાની પણ વૃદ્ધિ થવી જોઈ એ. તારા કહેવા પ્રમાણે એમ તેા બનતુ નથી, કારણ કે પાપની વૃદ્ધિ થાય છે ત્યારે પુણ્યની હાનિ થાય છે અને જ્યારે પુણ્યની વૃદ્ધિ થાય છે ત્યારે પાપની હાનિ થાય છે; માટે પુણ્ય અને પાપને એકરૂપ નહિ પણ ભિન્નરૂપ જ માનવાં જોઇએ. જેમ દેવદત્તની વૃદ્ધિ છતાં યજ્ઞદત્તની વૃદ્ધિ નથી થતી માટે તે બન્ને ભિન્ન છે, તેમ પાપની વૃદ્ધિ છતાં પુણ્યની વૃદ્ધિ નથી થતી માટે તે બન્ને પણ સ્વત ંત્ર હાવાં જોઈ એ. વસ્તુતઃ પુણ્ય અને પાપરૂપે એ બન્ને ભિન્ન છતાં કર્મ રૂપે જો તે અન્નને અભિન્ન માનતા હાય તા મને તેમાં કશે। જ વાધેા નથી. આ પ્રમાણે પુણ્ય-પાપ વિશેના સંકીણુ પક્ષનો પણ નિરાસ થ જાય છે. તેથી પુણ્ય અને પાપ એ બન્ને સ્વતંત્ર છે એવા ચેાથે! પક્ષ જ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે, અને તેથી જ સ્વભાવવાદ પણુ માની શકાય નહિ. આ વિશે વિશેષ ચર્ચા અગ્નિભૂતિ સાથેના વાદમાં થઈ ગઈ છે. માટે પુણ્ય અને પાપને સ્વતંત્ર જ માનવાં જોઈ એ અને તારે એ બાબતમાં સંશય કરવા ન જોઈએ.
(૧૯૪૬)
અચલભ્રાતા—તે પછી વેદમાં શા માટે પુણ્ય-પાપનો નિષેધ કરવામાં આવ્યે ભગવાન--સ`સારમાં માત્ર પુરુષ-બ્રહ્મ જ છે તને બીજુ તેથી બાહ્ય કશુ જ નથી એવુ' પ્રતિપાદન કરવાના વેદના અભિપ્રાય છે જ નહિ, કારણ કે જો પુણ્ય-પાપ જેવી વસ્તુ જ ન હાય તે પછી સ્વગ માટે અગ્નિહેાત્રાદિ બાહ્ય અનુષ્ઠાનનુ વેદમાં વિધાન છે તે અસમ્બદ્ધ બની જાય છે; વળી, લેાકમાં દાનનું ફળ પુણ્ય અને હિંસાનું ફળ જે પાપ મનાય છે તે પણ અસ`ગત બની જાય. માટે વેદનું તાત્પય પુણ્ય-પાપના નિષેધનુ હેઈ શકે જ નહિ.
(૧૯૪૭)
વેદવાકયોના
સમન્વય
આ પ્રમાણે જ્યારે જરા-મરણથી મુક્ત એવા ભગવાને તેના સશય દૂર ક ત્યારે તેણે પોતાના ૩૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી.
(૧૯૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org