________________
૧૪૪] ગણધરવાદ
[ગણધર ભગવાન–કર્મનું કારણ ગ છે. એક સમયે તે યોગ શુભ હોય અથવા અશુભ હોય, પણ શુભાશુભ ઉભયરૂપ તે હોતો નથી, એટલે તેનું કાર્ય કર્મ પણ પુણ્યરૂપ શુભ કે પાપરૂપ અશુભ થાય, ઉભયરૂપ ન થાય. મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય અને યોગ એ કર્મબંધના હેતુઓ કહેવાય છે, તેમાં ઉક્ત બધાં કારણોમાંથી એક વેગ જ એવું કારણ છે જેને કર્મબંધની સાથે અવિનાભાવ છે; એટલે કે જ્યાં જ્યાં કર્મ બંધ હોય છે ત્યાં યોગ અવશ્ય હોય છે, તેથી અહીં બીજા કારણોનો ઉલ્લેખ ન કરતાં માત્ર યોગનો જ ઉલ્લેખ કર્યો છે. મન, વચન અને કાય એમ ત્રણ સાધના ભેદથી ચોગના ત્રણ ભેદ છે.
(૧૯૩૫). અલભ્રાતા-મન-વચન-કાયએક સમયે શુભાશુભ અર્થાત મિશ્ર પણ હોય છે, તેથી આપનું કથન બરાબર નથી. આવધિપૂર્વક દાન દેવાનો વિચાર કરનાર પુરુષનો શુભાશુભ મનોરોગ છે, કારણ કે તેમાં દેવાની ભાવના શુભ ગનું અને અવિધિપૂર્વકતા એ અશુભયોગનું સૂચક છે. તે જ પ્રકારે અવિધિપૂર્વક દાનાદિ દેવાને ઉપદેશ કરનારને શુભાશુભ વચનગ છે અને જે મનુષ્ય જિનપૂજાવંદન આદિ અવિધિપૂર્વક કરે છે તેની તે કાયચેષ્ટા શુભાશુભ કાયાગ છે.
ભગવાન-પ્રત્યેક યુગના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ છે. તેમાં મન-વચન અને કાયમને જે પ્રવર્તક પુદ્ગલ દ્રવ્યો છે તે દ્રવ્યોગ કહેવાય છે અને મન-વચન -કાયાનું જે સકુરણ પરિસ્પદ છે તે પણ દ્રવ્યોગ છે. આ બન્ને પ્રકારના દ્રવ્યોગનું કારણ અથવસાય છે અને તે ભાવયોગ કહેવાય છે. તેમાંથી જે દ્રવ્યોગ છે તેમાં તે શુભાશુભરૂપતા ભલે હોય, પણ તેમનું કારણ અવ્યવસાયરૂપ જે ભાવયોગ છે તે તો એક સમયમાં શુભ અથવા અશુભ જ હોય છે, ઉભયરૂપ સંભવતો જ નથી. દ્રવ્યોગને પણ જે ઉભયરૂપ કહ્યો છે તે વ્યવહારનયની અપેક્ષાએ. તે પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે એક સમયે શુભ કે અશુભ જ હોય છે. તત્વચિંતા થતી હોય ત્યાં વ્યવહાર કરતાં નિશ્ચયનયની દષ્ટિનું પ્રાધાન્ય માનવું જોઈએ. અધ્યવસાયસ્થાનમાં શુભ અથવા અશુભ એવા બે ભેદ જ છે, પણ શુભાશુભ એ તૃતીય ભેદ નથી, માટે અધ્યવસાય જ્યારે શુભ હોય ત્યારે પુણ્યકમનો અને તે જ્યારે અશુભ હોય ત્યારે પાપ કર્મનો બંધ થાય છે. અને શુભાશુભ ઉભયરૂપ કેઈ એક અધ્યવસાય નહિ હવાથી શુભાશુભ ઉભયરૂપ કર્મને પણ સંભવ નથી; એટલે પુય અને પાપને સ્વતંત્ર જ માનવાં જોઈએ, સંકીર્ણ નહિ.
(૧૯૩૬) અચલાતા–ભાવગને શુભાશુભ ઉભયરૂપ ન માનવાનું શું કારણ?
ભગવાન–ભાવગ એ ધ્યાન અને વેશ્યારૂપ છે. અને ધ્યાન એ ધર્મ અથવા શુકલરૂપ શુભ જ અગર આર્ત અથવા રૌદ્રરૂપ અશુભ જ એક સમયે હોય છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org