________________
[૧૦૯
મડિક
બંધ-મક્ષ ચર્ચા છે. વિશેષતા એટલી જ છે કે તે પુદ્ગલસંઘાત ઘટાકારરૂપે પરિણત નથી થ; તેથી જ તેને ઘટપ્રાગભાવ કહેવાય છે.
(૧૮૨૬) મંડિક-આપના કહેવા પ્રમાણે ભલે ભવ્યત્વને નાશ થઈ જાય, પણ તેમ માનવામાં એક બીજે દેષ છે. અને તે એ કે સંસારમાંથી ભવ્યત્વનો કયારેક ઉચ્છેદ થઈ જશે. જેમ ધાન્યનો ઠાર તેમાંથી થોડું થોડુ ધન્ય કાઢતાં રહીએ તો ખાલી થઈ જાય છે, તેમ ભવ્ય જીવ ક્રમશ: મોક્ષમાં જવાથી સંસારમાં ભવ્ય જીવોનો અભાવ થઈ જશે.
ભગવાન–એમ ન બને. અનાગત કાલ અને આકાશની જેમ ભવ્ય પણ અનંત
છે, તેથી સંસાર ભવ્યોથી કદી ખાલી થઈ જ શકે નહિ. અનાગતભવ્યને મેક્ષ છતાં કાલની સમયરાશિમાંથી પ્રત્યેક ક્ષણમાં એક એક સમય વર્તમાનરૂપ સંસાર ખાલી બનવાથી તે રાશિમાં પ્રત્યેક ક્ષણે હાનિ થવા છતાં અનંત સમય
નથી થતો પ્રમાણુ હોવાથી જેમ તેનો ઉછેદ કદી સંભવતો નથી અથવા આકાશના અનંત પ્રદેશોમાંથી કલપનાથી પ્રતિ સમયે એક એક પ્રદેશ અલગ કરવામાં આવે છતાં આકાશ પ્રદેશનો જેમ ઉછેદ થતું નથી તેમ ભવ્ય જીવો પણ અનંત હોવાથી પ્રત્યેક સમયે તેમાંથી મોક્ષે જવા છતાં ભવ્યરાશિને કદી ઉછેદ થતો નથી. (૧૮૨૭)
વળી, જે અતીત કાલ છે અને જે અનાગત કાલ છે તે બનેનું પરિણામ સરખું છે. અને અતીત કાલમાં ભવ્યને અનન્ત ભાગ જ સિદ્ધ થયો છે અને તે નિગોદના જીવને અનન્ત ભાગ જ છે, તેથી અનાગતકાલમાં પણ તેટલે જ ભાગ સિદ્ધ થઈ શકશે, કારણ કે તેનું પરિમાણ અતીત કાલ જેટલું જ છે. આથી સંસારમાંથી કદી પણ ભવ્ય જીને ઉછેદ સંભવતો નથી; સંપૂર્ણ કાલમાં પણ ભવ્ય જીવના ઉછેદનો પ્રસંગ આવશે જ નહિ.
મંડિક-પણ ભવ્ય અનન્ત છે અને સર્વકાલે તેમને અનંતમો ભાગ જ મુક્ત બને છે, આ વસ્તુને આપ કેવી રીતે સિદ્ધ કરે છે ?
ભગવાન–જેમ કાલ અને આકાશ અનંત છે તેમ ભવ્ય છે પણ અનંત છે અને જેમ કાલ અને આકાશનો ઉછેદ થતો નથી તેમ ભવ્ય જીવોનો પણ ઉછેદ થાય નહિ; માટે માનવું જોઈએ કે ભવ્ય જીવોને અનંતમો ભાગ જ મુક્ત થાય છે. અથવા આ દલીલેનું શું કામ છે ? આ બાબત તને હું કહું છું માટે પણ તારે સ્વીકારી લેવી જોઈએ.
(૧૮૨૮-૩૦) મંડિક-તમારા વચનને હું સત્ય શા માટે માનું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org