________________
ગણધરવાદ
[ગણધર કારણ દ્રવ્ય એવા પુદ્ગલથી અતિ વિલક્ષણ દેખાય છે. સારાંશ એ છે કે શરીરાદિ કાર્યને સ્વાભાવિક માની શકાય નહિ.
(૧૯૮૫) - વળી, સ્વભાવ એ શું છે? વસ્તુ છે? નિષ્કારણતા છે? કે વસ્તુધર્મ છે? જે તેને વસ્તુ માનતો હોય તો તેની ઉપલબ્ધિ થવી જોઈએ. પણ આકાશકુસુમની જેમ તેની ઉપલબ્ધિ થતી નથી, માટે સ્વભાવ જેવી કોઈ વસ્તુ છે જ નહિ. (૧૭૮૬) અને જે આકાશકુસુમની જેમ અત્યન્ત અનુપલબ્ધ છતાં સ્વભાવનું અસ્તિત્વ
માનતો હે તે પછી અનુપલબ્ધ છતાં કર્મનું અસ્તિત્વ શા માટે સ્વભાવવાનું નથી માનતે? સ્વભાવનું અસ્તિત્વ જે કારણે માનતા હો તે જ. નિરાકરણ કારણે કર્મનું અસ્તિત્વ પણ માની લેવું જોઈએ. (૧૭૮૭)
અને ધાર કે હું સ્વભાવનું જ બીજુ નામ કર્મ આપું તો શું દોષ આવે તે તું કહે. વળી, સ્વભાવ જે સદશ જ હંમેશાં રહે તે જ સદા એકસરખું કાર્ય બને, અર્થાત મનુષ્ય મરીને મનુષ્ય થાય. પણ તેમાં જ મારો પ્રશ્ન છે કે સ્વભાવ હંમેશાં એક જે જ શાથી રહે છે? જો તું એમ કહે કે સ્વભાવથી સ્વભાવ એ છે કે તે સદા સદશ રહે છે એટલે તેથી સદશ ભવ જ થાય છે, તે પછી એના ઉત્તરમાં એમ પણ કહી શકાય કે સ્વભાવથી સ્વભાવ એ જ છે કે જેથી વિસદશ ભવ ઉતપન્ન થાય છે.
' (૧૯૮૮) વળી, સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત ? જે સ્વભાવ મૂર્ત હોય તે પછી કર્મ અને સ્વભાવમાં શું ફેર બને મૂર્ત હોવાથી સરખાં જ છે. તું જેને સ્વભાવ કહે છે તેને જ હું કર્મ કહું છું. નામમાત્રથી જ આમાં ભેદ છે. વળી, સવભાવ પરિણામી હોવાથી દૂધની જેમ સદા એકસરખા રહી ન શકે. અથવા વાદળાની જેમ મૂર્ત હોવાથી પણ સ્વભાવ એકસરખો ન રહી શકે.
સુધર્મા–સ્વભાવ મૂર્ત નહિ, પણ અમૂર્ત છે.
ભગવાન–સ્વભાવ જે અમૂર્ત હોય તે ઉપકરણરહિત હેવાથી તે શરીરાદિ કાર્યોને ઉત્પાદક સંભવે નહિ. જેમ કુંભાર દંડાદિ ઉપકરણ વિના ઘટનું નિર્માણ ન કરી શકે તેમ સ્વભાવ પણ ઉપકરણ વિના શરીરાદિનું નિર્માણ ન કરી શકે. અથવા, અમૂર્ત હોવાથી જ આકાશની જેમ તે કશું જ કરી શકે નહિ. વળી, શરીરાદિ કાર્ય મૂર્તિ છે તેથી પણ તે સુધર્મન્ ! અમૂર્ત સ્વભાવથી તેનું નિપાદન ઘટે નહિ; અમૂર્ત આકાશથી જેમ મૂર્ત કાર્ય નથી થતું તેમ. વળી મૂર્ત કર્મ
૧. ગાળ ૧૯૪૩માં પણ સ્વભાવવાદ વિશે ચર્ચા કરવામાં આવી છે, તે જોઈ લેવી. વસ્તુતઃ ગા૧૭૮૬-૧૭૯૩ ને સામે રાખીને જ ગા૨ ૧૬૪૩ની ટીકામાં ટીકાકારે સ્વભાવવાદનું નિરસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org