________________
ક૬]
ગણધરવાદ
[ગણુધરે વળી શરીર આદિ મૂર્ત પદાર્થોનું કારણ પણ મૂર્ત હોવું જોઈએ. એથી જે સ્વભાવને અમૂર્ત માને તે તે મૂર્ત શરીર આદિનું અનુરૂપ કારણ ન બની શકે; માટે તેને અમૂર્ત વસ્તુવિશેષરૂપ પણ માની શકાય નહિ.
અગ્નિભૂતિ–તે પછી સ્વભાવને વસ્તુ વિશેષ માનતાં અકારણતા એ જ સ્વભાવ છે એમ માનવું જોઈએ.
ભગવાન સ્વભાવનો અર્થ અકારણતા એમ કરે તે શરીર આદિ બાદ્ય પદાર્થોનું કઈ કારણ નથી, એમ તારા કહેવાનું તાત્પર્ય ફલિત થાય, પણ જે શરીરાદિનું કઈ પણ કારણ ન હોય તો શા માટે શરીરાદિ બધા પદાર્થો સર્વત્ર સર્વદા એક સાથે ઉત્પન નથી થતા? આનો ખુલાસો તારે કરવો જોઈએ. જે તેમનું કોઈપણ કારણ ન હોય તો તે બધા પદાર્થોમાં કારણભાવ સમાનરૂપે છે, તેથી બધા જ પદાર્થો સર્વત્ર સર્વદા એક સાથે જ ઉત્પન્ન થઈ જવા જોઈએ; આ પ્રકારે અતિ પ્રસંગ છે. વળી જે તું શરીર આદિને અહેતુક માને તે તારે તેમને આકસ્મિક પણ માનવાં જોઈએ, પણ તેમ માનવું અયુક્ત છે, કારણ કે જે અહેતુક – આકસ્મિક હોય છે તે અશ્વવિકારની જેમ સાદિ એવા નિયત આકારવાળું નથી હોતું. શરીર આદિ તે સાદિ એવા નિયત આકારવાળા પદાર્થો છે તેથી તેમને આકસ્મિક–અહેતુક માની શકાય નહિ પણ તેમને કહેતુક માનવાં જોઈ એ. વળી શરીરઆદિ પદાર્થો સાદિ એવા નિયત આકારવાળા હેવાથી તેમને કોઈ ઉપકરણ સહિત કર્તા પણ માનવો જોઈએ. ગર્ભાવસ્થામાં જીવ પાસે કમ સિવાય શરીરરચનામાં ઉપયોગી એવું બીજું કોઈ ઉપકરણ તો સંભવતું નથી માટે માવથી–અકસ્માત નહિ પણ કર્મથી જ જગચિય છે એમ માનવું જોઈએ.
અગ્નિભૂતિ- તો પછી સ્વભાવ એટલે વસ્તુ ધર્મ એ જ અર્થ બરાબર લાગે છે.
ભગવાન જે સ્વભાવને આત્માનો ધર્મ માનો તો તેથી આકાશની જેમ શરીરઆદિની ઉત્પત્તિ સંભવે નહિ, કારણ કે તે ધર્મ અમૂર્તથી છે અને અમૂર્તથી મૂર્ત શરીરની ઉત્પત્તિ ઘટે નહિ; અને જે સ્વભાવને મૂર્ત વસ્તુને ધર્મ કહો તે ઠીક જ છે, કારણ કે અમે પણ તેને પુદ્ગલનો પર્યાયવિશેષ જ માનીએ છીએ. એક રીતે તે તે અમે જે સિદ્ધ કરતા તે જ વસ્તુનું સાધન કર્યું. તેથી સ્વભાવવાદીઓનું કહેવું કે કર્મથી કશું જ થતું નથી–બધું સ્વભાવતઃ જ ઉત્પન્ન થાય છે તે અસંગત છે.
અગ્નિભૂતિ–એ બધું તે ઠીક, પણ પિલા વેદવાક્ય વિશે આપ શો ખુલાસો કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org