________________
૩૭
અગ્નિભૂતિ
કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા તે દષ્ટ ફળ માંસાદિની જ ઈચ્છા કરી હતી, તેથી તેમને પણ તે મળી ગયું પછી તેમને સંસારવૃદ્ધિ શા માટે થાય?
ભગવાન–અસંગતિ કેમ નહિ? જે હિંસા આદિ ક્રિયા કરનાર બધા મોક્ષે જતા રહે તો પછી આ સંસારમાં હિંસા આદિ ક્રિયા કરનારો કોઈ જ ન રહે અને હિંસા આદિ ક્રિયાનું ફળ ભેગવનારો પણ કોઈ ન રહે, પરંતુ માત્ર દાન આદિ શુભ ક્રિયા કરનારા અને એનું ફળ ભેગવનારા જ સંસારમાં રહે. પણ સંસારમાં આવું દેખાતું તો નથી; તેમાં તે ઉક્ત બંને પ્રકારના જેવો નજરે પડે છે. (૧૬૨૧)
અનિષ્ટ એવું અદષ્ટ ફળ મળે એવી ઈચ્છાપૂર્વક તો તે કોઈપણ જીવ કોઈ ક્રિયા કરતું નથી, છતાં આ સંસારમાં અનિષ્ટ ફળ ભેગવનારા બહુસંખ્યક જ નજરે પડે છે; એથી માનવું જ જોઈએ કે ક્રિયામાત્રનું અષ્ટ ફળ તો હોય જ છે. અર્થાત શુભ કે અશુભ બધી ક્રિયાનું ફળ અદ્રષ્ટ એવું કર્મ અવશ્ય હોય છે. તેથી ઊલટું દષ્ટફળની ઈચછા કરવા છતાં ક્રિયાનું દૃષ્ટ ફળ મળે જ એ એકાંત નથી; અને તેમ થવાનું કારણ પણ પૂર્વબદ્ધ અદષ્ટ કર્મો જ હોય છે. સારાંશ એ કે દષ્ટ ફળ ધાન્યાદિ માટે કૃષિ આદિ કરવા છતાં પૂર્વકમને કારણે ધાન્ય આદિ દષ્ટ ફળ ન પણ મળે, પરંતુ કર્મરૂપ ફળ તો અવશ્ય મળવાનું જ છે, કારણકે ચેતને આરંભેલી કેઈપણ ક્રિયા નિષ્ફળ હોતી નથી. (૧૬૨૨-૨૩)
અથવા આ બધી ચર્ચા કરવી બિનજરૂરી છે, કારણ કે પહેલાં તુલ્ય સાધન છતાં ફળની વિશેષતાના કારણે કર્મની સિદ્ધિ કરી જ છે અને ત્યાં તે બતાવ્યું છે કે ફળવિશેષ એ કાર્ય હોવાથી તેનું કારણ અષ્ટ કર્મ હોવું જોઈએ, જેમ ઘટનું કારણ પરમાણું છે. અને એ જ કર્મની સિદ્ધિ પ્રસ્તુત અનુમાનમાં પણ કરવામાં આવી છે કે સચેતન ક્રિયાનું કઈ અદષ્ટ કર્મરૂપ ફળ હોવું જોઈએ જે તે ક્રિયાથી ભિન્ન હોય, કારણ કે કાર્ય-કારણને ભેદ માનવામાં આવે છે. અહીં ક્રિયા એ કારણ છે અને કમ એ કાર્ય છે, તેથી તે બને ભિન્ન હોવાં જોઈએ. (૧૬૨૪)
અગ્નિભૂતિ–જે કાર્ય હોવાથી કારણની સિદ્ધિ થતી હોય તે શરીર આદિ કાર્ય મૂર્ત હોવાથી તેનું કારણ પણ મૂર્ત જ હોવું જોઈએ. ભગવાન–મે કયારે કહ્યું કે કર્મ એ અમૂર્ત છે? હું તે કર્મને મૂર્ત જ
માનું છું, કારણ કે તેનું કાર્ય મૂત છે. જેમ પરમાણુનું કાર્ય અદષ્ટ છતાં કમ ઘટ મૂર્ત હોવાથી પરમાણું મૃત છે તેમ કર્મ પણ મૂર્ત જ મૂર્ત છે છે. જે કાર્ય અમૂર્ત હોય છે તેનું કારણ પણ અમૂર્ત હોય છે,
જેમ જ્ઞાનનું સમવાય કારણુ-ઉપાદાન કારણુ મા.
૧. ગો. ૧૬૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org