________________
પ્રસ્તાવના
૧“ગણધરવાદ એ શું છે?
જન શ્રતમાં આવશ્યક સૂત્ર એ એક મહત્ત્વને ગ્રન્થ છે. જૈન શ્રતની સર્વ પ્રથમ પ્રાકૃત ગદ્યવ્યાખ્યા અનણદાર સૂત્રમાં કરવામાં આવી છે અને તે આવશ્યક સૂત્રની વ્યાખ્યારૂપ છે. આચાર્ય ભદ્રબાહુએ જે અનેક નિર્યુક્તિએની રચના કરી છે તેમાં આવશ્યક સૂત્રની નિયુક્તિ એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં બીજી નિયુક્તિઓની જેમ પ્રાકૃત પદ્યમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. આવશ્યક સત્રનાં છ અધ્યયન પૈકી સામાયિક એ પ્રથમ અધ્યયન છે. તે સામાયિક અધ્યયન અને તેની ઉક્ત નિર્યુક્તિ પૂરતી મર્યાદિત પણ અતિવિસ્તૃત પ્રાકૃતપદ્યમાં આચાર્ય જિનભદ્ર કરી તે વિશેષાવશ્યક ભાષ્યના નામે પ્રસિદ્ધ છે. વિશેષાવશ્યક ભાષ્યની અનેક વ્યાખ્યાઓમાં આચાર્ય માલધારી હેમચંદ્રની વિસ્તૃત સંસ્કૃત વ્યાખ્યા સુપ્રસિદ્ધ છે. પ્રસ્તુત પુસ્તક “ગણધરવાદ' એ આચાર્ય જિનભદ્ર ભાષ્યની ઉકત વિસ્તૃત વ્યાખ્યાના આધારે, તેના “ગણુધરવાદ' નામના પ્રકરણનું ભાષાંતર છે. ભાષાંતરની શૈલી
આ સન્થને માત્ર ભાષાંતર નહિ પણ રૂપાન્તર કહેવાનું હું વધારે પસંદ કરું છું. પ્રકરણના નામ પ્રમાણે ભગવાન મહાવીર સાથેને બ્રાહ્મણ ૫ ડિતાને જે વાદ થયે તેને આમાં સમાવેશ છે. એ બ્રાહ્મણ પંડિત વાદ થયા પછી ભગવાનના પ્રભાવમાં આવ્યા, તેમના મુખ્ય શિષ્ય થયા અને ગણધર કહેવાયા તેથી તેમના વાદને “ગણધરવાદ” કહેવાય છે એટલે આ ભાષાનેરની શૈલી સંવાદાત્મક રાખવામાં આવી છે. સંવાદને અનુકૂળ બનાવીને માલધારી ની વ્યાખ્યાનાં વાકનું માત્ર ભાષાંતર પણ કરવું પડે. એટલે આ ભાષાન્તર માત્ર સંસ્કૃતને ગુજરાતી ભાષામાં અનુવાદ નથી, પણ એ વ્યાખ્યાને સંવાદાત્મક રીતે રજૂ કરવાનો પ્રયત્ન હોવાથી રૂપાંતર છે,
સંસ્કૃત ભાષાની વિશેષતા એ છે કે તેમાં ગંભીર દાર્શનિક વિષયની ચર્ચા તેની પરંપરાને કારણે અતિ સંક્ષિપ્ત શલીમાં થઈ શકે છે, છતાં વિષયની અસ્પષ્ટતા જરા પણ રહેતી નથી. ગુજરાતી ભાષાની અને સંસ્કૃત ભાષાની શૈલીમાં પણ ભેદ છે જ. એટલે જે ભાષાન્તરને સુવાચ્ય બનાવવું હોય તો તેની શૈલી ગુજરાતી રાખવી જોઈએ. માત્ર શબ્દશ: અનુવાદ કરવા જતાં ભાવ અસ્પષ્ટ રહેવાને વધારે સંભવ છે. એ ગુજરાતી હોય છતાં તેમાં ગુજરાતીપણું નજરે ન પણ આવે એ સંભવ છે. એટલે ભાષાંતરકારે માત્ર' શબ્દને નહિ પણ શબ્દ અને ભાવને વળગીને સંસ્કૃત ભાષાનું ગુજરાતીકરણ કરવું આવશ્ય પડે છે. આ ભાષાંતરમાં મેં એમ કરવાને નમ્ર પ્રયાસ કર્યો છે. તેમાં કેટલી સફળતા મળી છે તે વિવેચકે જોવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org