________________
દ્વિતીય ગણધર અગ્નિભૂતિ
કર્મના અસ્તિત્વની ચર્ચા ઈદ્રભૂતિની દીક્ષાની વાત સાંભળીને તેના જ નાનાભાઈ બીજા વિદ્વાન અગ્નિભૂતિને થયું કે શ્રમણ મહાવીર પાસે જાઉં અને તે શ્રમણને હરાવીને ઇન્દ્રભૂતિને પાછો લઈ આવું. આમ વિચારી તે ક્રોધાવિષ્ટ થઈને ભગવાન પાસે આવ્યો. એ વિચારતો હતો કે મારો મોટો ભાઈ શાસ્ત્રાર્થમાં તો અજેય છે; નક્કી શ્રમણ મહાવીરે તેને છળકપટથી ઠો હોવો જોઈએ. એ શ્રમણ નક્કી કઈ ઈન્દ્રજાલિક-માયાવી લેવો જોઈએ. તેણે ન જાણે શું શું કર્યું હશે ? ત્યાં જે કાંઈ બને છે તે હું નજરે તે જેઉં અને તેની જાલને ઉઘાડી પાડું. એમ પણ બને કે તેમણે ઇન્દ્રભૂતિને હરા પણ હોય. મારા એક પણ પક્ષનો જે તે પાર પામી જશે તે હું પણ તેમને શિષ્ય થઈ જઈશ. આ પ્રમાણે બોલીને તે ભગવાનની પાસે પહોંચી ગ. (૧૬૦૬-૧૬૦૮)
જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને તેને “આવ, અગ્નિભૂતિ ગૌતમ!” એમ નામ અને ગોત્રથી બોલાવ્યો, કારણ કે તેઓ સર્વજ્ઞ-સર્વદશી હતા. પણ અગ્નિભૂતિએ વિચાર્યું કે સંસારમાં મને કણ નથી જાણતું, એટલે મને મારાં નામ-ગોત્રથી બોલાવ્યું તેમાં કાંઈ નવાઈ નથી; પણ જે તેઓ મારા મનમાં રહેલા સંશયને જાણી લે અગર દૂર કરે તે તેમાં આશ્ચર્ય જેવું ખરું. (૧૬૦૯) આ પ્રમાણે જ્યારે તે વિચારમાં પડ્યો હતો ત્યાં તે ભગવાને કહ્યું કે અગ્નિ
ભૂતિ, તારા મનમાં કર્મ છે કે નહિ એ સંશય છે, પણ તું (૧) કર્મ વિશે વેદપદોને અર્થ નથી જાણતો તેથી તને એ સંશય થાય છે.
સંશય તેને ખરો અર્થ એ થાય છે તે તને હું બતાવીશ. (૧૬૧૦)
હે અગ્નિભૂતિ ! તને એમ છે કે કેમ એ પ્રત્યક્ષાદિ કોઈ પણ જ્ઞાનનો વિષય થતું નથી; તે તે સર્વ પ્રમાણાતીત છે, કારણ કે કર્મ ખરવિષાણુની જેમ અતીન્દ્રિય હોવાથી તે પ્રત્યક્ષ નથી. એ રીતે જેમ ઇન્દ્રભૂતિ જીવને પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણથી અગ્રાહ્ય સિદ્ધ કરતો હતો તેમ તું પણ કમ કોઈ પણ પ્રમાણનો વિષય નથી–તે સર્વ પ્રમાણતીત છે એમ સિદ્ધ કરે છે અને તારા આ મતની પુષ્ટિમાં વેદના “gટું સર્વ” ઇત્યાદિ
૧. જુઓ ગા. ૧૫૮૧ આની વિશેષ ચર્ચા આગળ ગા૦ ૧૬૪૩માં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org