SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨) ગણધરવાદ [ગણધર પુરુષ જ અમૃતનો સ્વામી છે જે અનાથી વધે છે.” “જે કંપે છે, જે નથી કંપતું, જે દૂર છે, જે નજીક છે, જે બધાના અંતરમાં છે અને જે સર્વત્ર બાહ્ય છે–એ બધું પુરુષ જ છે.” આ પ્રકારે બધું એક બ્રહ્મરૂપ જ માનીએ તે શું વાંધો? ભગવાન–હે ગીતમ! નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એ સર્વ પિડામાં આકાશની જેમ આત્મા જે એક જ હોય તે શે દેષ આવે એ તારો પ્રશ્ન છે. પણ આકાશની જેમ સર્વ પિંડમાં આત્મા એક જ સંભવે નહિ, કારણ કે આકાશનું સર્વત્ર એક જ લિંગ-લક્ષણ અનુભવાય છે; માટે આકાશ સર્વત્ર એક જીવ અનેક છે જ છે, પણ જીવ વિશે તેમ નથી. પ્રત્યેક પિંડમાં તે વિલક્ષણ છે, માટે જીવને સર્વત્ર એક ન માની શકાય. એવો નિયમ છે કે લક્ષણભેદ હોય તો વસ્તુભેદ માન જોઈએ. તદનુસાર જીવનાં લક્ષણે પ્રતિપિંડમાં જુદાં જુદાં અનુભવાતાં હોય તે પ્રતિપિંડમાં જેને જુદા જ માનવા જોઈએ. (૧૫૮૧) તે વસ્તુનું સાધક અનુમાન આ પ્રમાણે છે – છે નાના–ભિન્ન છે, કારણ કે તેમાં લક્ષણ ભેદ છે, ઘટાદિની જેમ. જે વસ્તુ ભિન્ન નથી હતી તેમાં લક્ષણભેદ પણ નથી હોત; જેમ આકાશમાં. વળી, જે જીવ એક જ હોય તો સુખદુઃખ બન્ય-મોક્ષ–એની પણ વ્યવસ્થા બને નહિ; માટે અનેક માનવા જોઈએ. આપણે જોઈએ છીએ કે સંસારમાં એક જીવ સુખી છે અને બીજે દુઃખી, એક બંધનબદ્ધ છે તો બીજો બન્ધનમુક્તસિદ્ધ. એક જ જીવ સુખી અને દુઃખી એક જ સમયે સંભવે નહિ. તે જ પ્રમાણે એક જ જીવ એક જ કાળે બદ્ધ અને મુક્ત સંભવે નહિ, કારણ કે તેમાં વિરોધ છે (૧૫૮૨) - ઇન્દ્રભૂતિ–જીવનું લક્ષણ જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ છે, અને તે તે સર્વ જીવોમાં છે, તો પછી પ્રતિપિંડમાં લક્ષણભેદ શાથી માને છે ? ભગવાન–બધા જીવમાં ઉપગરૂપ સામાન્ય લક્ષણ સમાન છતાં પ્રત્યેક શરીરમાં વિશેષ વિશેષ ઉપગ અનુભવાય છે. અર્થાત્ ઉપયોગના અપકર્ષ અને ઉત્કર્ષનું તારતમ્ય જીવોમાં અનન્ય પ્રકારનું હોવાથી જીવ પણ અનન્ત જ માનવા જોઈએ. (૧૫૮૩) ઇન્દ્રભૂતિ–જીવને એક માનીએ તે સુખ-દુઃખ અને બંધ-મોક્ષ ન ઘટી શકે એમ આપે કહ્યું તેનું વિશેષ સ્પષ્ટીકરણ કૃપા કરીને કરો. १ यदेजति यन्नजति यद् दूरे यदु अन्तिके । यदन्तरस्य सर्व स्य, यत सर्वस्यास्य बाह्यतः ॥ ઈશાવાસ્યોપનિષદ્ મંત્ર ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy